રાજકોટ
News of Saturday, 6th August 2022

શુક્રવાર સુધી મેઘરાજાનો સારો રાઉન્ડ : અશોકભાઈ પટેલ

સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર ૩ - ૩ પરિબળો સક્રિય બનશે : તા. ૮ થી ૧૧ ઓગષ્ટ દરમિયાન મેઘરાજાનો મુખ્ય રાઉન્ડ જાવા મળશે : સૌરાષ્ટ્રમાં હળવા થી મધ્યમ તો સીમિત વિસ્તારોમાં અલગ અલગ દિવસે ભારે થી અતિ ભારે વરસાદ ખાબકશે : કચ્છમાં હળવો - મધ્યમ જે પૈકી સિમીત વિસ્તારોમાં ભારે - અલગ અલગ દિવસે કુલ માત્રા ૨૫ થી ૫૦ મી.મી. જેમાં ભારે વરસાદવાળા વિસ્તારોમાં ૧૦૦ મી.મી.ને પણ વટી જાય. આવતા દિવસોમાં વરસાદી સિસ્ટમ્સ ગુજરાત સૌરાષ્ટ્ર આસપાસ પસાર થતી હોય અને અરબી સમુદ્ર પરથી જતી હોય સિસ્ટમ્સ આધારીત કચ્છને ભર્યુ નાળીયેર ગણાશે. (વરસાદની માત્રા વધી શકે) : મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ જે પૈકી સીમીત વિસ્તારમાં ભારે અને અતિ ભારે અલગ અલગ દિવસે વરસશે. આગાહી સમય દરમિયાન વરસાદની કુલ માત્રા ૫૦ થી ૭૫ મી.મી. તેમજ સીમીત ભારે - અતિ ભારે વિસ્તારોમાં ૧૫૦ મી.મી.ને પણ વટાવી જાય. : ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ, સીમીત વિસ્તારમાં ભારે, અલગ અલગ દિવસે ૫૦ થી ૭૫ મી.મી. સુધી તો ભારે વિસ્તારોમાં ૧૦૦ મી.મી. સુધી : દક્ષિણ ગુજરાતમાં હળવો - મધ્યમ - ભારે જે પૈકી સીમીત વિસ્તારમાં વધુ ભારે અલગ અલગ દિવસે ૫૦ થી ૧૦૦ મી.મી. ભારે - વધુ ભારે વિસ્તારોમાં ૨૦૦ મી.મી.ને વટાવી જાય.

રાજકોટ, તા. ૫ : વેધરઍનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે અકિલાસાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે આજે તા. ૫ ઓગષ્ટ થી તા. ૧૨ ઓગષ્ટ સુધી મેઘરાજાનો સારો ઍવો રાઉન્ડ આવી રહ્ના છે.

તેઓઍ જણાવેલ છે કે ગત આગાહીમાં જણાવેલ કે તા. ૪ થી ૧૦ દરમિયાન ચોમાસુ માહોલ ફરીથી જામશે. તે અનુસંધાને ગઈકાલે રાજયના ૧૭૭ તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં ૧૦૪ તાલુકામાં ૧૦ મી.મી. થી વધુ વરસાદ થયો છે.

૪ ઓગષ્ટ સુધીમાં સૌરાષ્ટ્ર - કચ્છ ઝોનમાં હાલ કરતા ૪૮% વધુ વરસાદ થયો છે તો ગુજરાત રીજનમાં ૨૭% વધુ વરસાદ પડ્યો છે. તા. ૫ ઓગષ્ટ સુધી સમગ્ર સીઝનની ટકાવારીઍ જાઈઍ તો કચ્છમાં ૧૧૮%, સૌરાષ્ટ્રમાં ૬૪.૨૬%, ઉત્તર ગુજરાત ૬૦.૩૦%, મધ્ય ગુજરાત ૬૪.૪૫%, દક્ષિણ ગુજરાત ૮૫.૨૬% તેમજ સમગ્ર ગુજરાતમાં ૭૨.૮૫% સરેરાશ વરસાદ પડી ગયો છે. જયારે દેશ લેવલે ઓવર ઓલ ૪૮૨ મી.મી. વરસાદ થવો જાઈઍ તેના બદલે ૫૧૦ મી.મી. પાણી પડ્યુ છે. આમ ૬% વધુ વરસાદ થયો છે.

તેઓઍ વધુમાં જણાવેલ કે ચોમાસુધરી હાલ સક્રિય છે અને નોર્મલ પોઝીશનથી દક્ષિણ બાજુ છે અને આવતા ૪-૫ દિવસ દક્ષિણ બાજુ રહેશે. ઉત્તર પડ્ઢિમ બંગાળની ખાડીમાં તા. ૭ ઓગષ્ટના લો પ્રેશર થવાની શકયતા છે. ઍક ઈસ્ટ વેસ્ટ સીઅરઝોન ૮ ઓગષ્ટના મુંબઈના લેટીટ્યુડ ઉપર સક્રિય થશે. (૧૯ ડિગ્રી નોર્થ) જે આવતા દિવસોમાં ગુજરાત તરફ ગતિ કરશે.

આ ઉપરાંત ચોમાસુધરી હાલ બીકાનેર, કોટા, રાયપુર, ડીગા થઈ મધ્ય પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે. ઍક અપરઍર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ કિ.મી.ના લેવલે ઝારખંડ અને પડ્ઢિમ બંગાળ આસપાસ છે. બીજુ ઍક અપરઍર સાયકલોનીક સરકયુલેશન નોર્થ કોસ્ટલ આંધ્ર અને લાગુ પડ્ઢિમ બંગાળની ખાડીની આસપાસ ૪.૫ કિ.મી.ના લેવલે છે. ઍક અપરઍર સાયકલોનીક સરકયુલેશન રાજસ્થાનના મધ્ય ભાગોમાં ૩.૧ કિ.મી. અને ૭.૬ કિ.મી.ના લેવલે છે.

વેધરઍનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૫ થી ૧૨ ઓગષ્ટ (શુક્ર થી શુક્ર) સુધીની આગાહી કરતાં જણાવેલ છે કે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ જે પૈકી સીમીત વિસ્તારમાં ભારે અને અતિ ભારે અલગ અલગ દિવસે વરસશે. આગાહી સમય દરમિયાન વરસાદની કુલ માત્રા ૫૦ થી ૭૫ મી.મી. તેમજ સીમીત ભારે - અતિ ભારે વિસ્તારોમાં ૧૫૦ મી.મી.ને પણ વટાવી જાય.

કચ્છમાં હળવો - મધ્યમ જે પૈકી સિમીત વિસ્તારોમાં ભારે - અલગ અલગ દિવસે કુલ માત્રા ૨૫ થી ૫૦ મી.મી. જેમાં ભારે વરસાદવાળા વિસ્તારોમાં ૧૦૦ મી.મી.ને પણ વટી જાય. આવતા દિવસોમાં વરસાદી સિસ્ટમ્સ ગુજરાત સૌરાષ્ટ્ર આસપાસ પસાર થતી હોય અને અરબી સમુદ્ર પરથી જતી હોય સિસ્ટમ્સ આધારીત કચ્છને ભર્યુ નાળીયેર ગણાશે. (વરસાદની માત્રા વધી શકે.)

ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ, સીમીત વિસ્તારમાં ભારે, અલગ અલગ દિવસે ૫૦ થી ૭૫ મી.મી. સુધી તો ભારે વિસ્તારોમાં ૧૦૦ મી.મી. સુધી વરસી જાય.

મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ જે પૈકી સીમીત વિસ્તારમાં ભારે અને અતિ ભારે અલગ અલગ દિવસે વરસશે. આગાહી સમય દરમિયાન વરસાદની કુલ માત્રા ૫૦ થી ૭૫ મી.મી. તેમજ સીમીત ભારે - અતિ ભારે વિસ્તારોમાં ૧૫૦ મી.મી.ને પણ વટાવી જાય.

દક્ષિણ ગુજરાતમાં હળવો - મધ્યમ - ભારે જે પૈકી સીમીત વિસ્તારમાં વધુ ભારે અલગ અલગ દિવસે ૫૦ થી ૧૦૦ મી.મી. ભારે - વધુ ભારે વિસ્તારોમાં ૨૦૦ મી.મી.ને વટાવી જાય.

આગાહી સમયમાં સમગ્ર રાજયના ઍકલ - દોકલ વિસ્તારમાં જયાં વધુ ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે તે વિસ્તારોમાં ૨૫૦ મી.મી.ને પણ વટાવી જવાની શકયતા છે.

 

ગુજરાતમાં સીઝનનો ૭૩% વરસાદ

સૌરાષ્ટ્ર - કચ્છ ઝોનમાં સરેરાશ કરતા ૪૮% વધુ તો ગુજરાત રીજનમાં ૨૭% વધુ વરસાદ પડ્યો : સીઝનનો કચ્છમાં ૧૧૮%, સૌરાષ્ટ્ર ૬૪.૨૬%, ઉત્તર ગુજરાત ૬૦.૩૦%, મધ્ય ગુજરાત ૬૪.૪૫%, દક્ષિણ ગુજરાત ૮૫.૨૬% અને સમગ્ર ગુજરાતમાં ૭૨.૮૫% સરેરાશ વરસાદ પડી ગયો છે

(2:25 pm IST)