News of Saturday, 6th August 2022
રાજકોટમાં સવારથી ધાબડીયા વાતાવરણ વચ્ચે ઝરમર- હળવા ઝાપટા
રાજકોટઃ શહેરમાં આજે સવારથી જ ધાબડીયુ વાતાવરણ જોવા મળે છે. ઝરમરથી લઈ હળવા ઝાપટાનો દોર ચાલુ છે. માર્ગો સતત ભીના જોવા મળે છે. રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના ફલડ કંટ્રોલરૂમમાં ઈસ્ટ ઝોન ૧૦ મી.મી., સેન્ટ્રલ ઝોન ૯ મી.મી. અને વેસ્ટ ઝોનમાં ૩ મી.મી. પાણી પડયું છે. દિવસ દરમ્યાન સતત વરસાદી માહોલ વચ્ચે લોકો રેઈનકોટ, છત્રીમાં જોવા મળે છે. હવામાન શાષાીઓએ આગામી દિવસોમાં વરસાદના સારા રાઉન્ડની શકયતા દર્શાવી છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:57 pm IST)