રાજકોટ
News of Saturday, 6th August 2022

‘‘તાલ તરંગ'' દ્વારા મજેદાર ફિલ્‍મી ગીતોની સુહાની સફર

મનગમતી સીટ માટે તાલ - તરંગનું સભ્‍ય પદ આજે જ મેળવી લ્‍યોઃ સુદેશ ભોંસલે જેવા દિગ્‍ગજ કલાકારો તાલ - તરંગ અને ભારતી નાયકના સથવારે રાજકોટ આવી રહ્યા છે:અન્‍વેષાના સુપર ડુપર હિટ શો પછી ‘બોલીવુડ ઇવેન્‍ટ' ભારતીબેન નાયક પ્રસ્‍તુત ‘તાલ તરંગ' સંસ્‍થામાં એક થી એક ચઢિયાતા શો માણવા વહેલા તે પહેલાના ધોરણે આજે જ જોડાવ:‘‘તાલ તરંગ'' સંસ્‍થામાં સભ્‍ય પદ મેળવનાર કપલ (બે વ્‍યકિત) અથવા ગ્રૂપને આખા વર્ષના એક જોવો અને એક ભુલો તેવા અદભૂત ૬ પ્રોગ્રામ અને સાથે ૧ બોનસ પ્રોગ્રામ આપવામાં આવશે

રાજકોટઃ કેટલાય હિન્‍દી ગીતોના સુવર્ણકાળના તમે સાક્ષી બન્‍યાં જ હશો. હવે એ જમાનામાં તમને ફરી લઈ જવાં આવી છે અનોખી સંસ્‍થા ‘તાલ તરંગ'. મીઠી યાદોને વાગોળવી છે, હિન્‍દી સિનેજગતના અઢળક, સુંદર ગીતોનો પરિચય કરાવવો છે તેમજ સંગીત રસિકો કે જેઓ આવા ગીતમાધુર્યથી વંચિત છે એમને છપ્‍પનભોગનો આ મધુર પ્રસાદ ધરીને રસ લેતા કરવા છે. તૈયાર છોને આ સૂરીલી સફરમાં જોડાવા? હવે રાજકોટમાં પણ બોલીવુડના ખુબજ નામી કલાકારો આવી તમને સંગીતની સુહાની સફર કરાવશે. ‘બોલીવુડ ઇવેન્‍ટ'ના નેજા હેઠળ સ્‍થપાયેલી સંસ્‍થા ‘તાલ તરંગ' દ્વારા ભારતીબેન નાયક દ્વારા તાજેતરમાં પ્‍લેબેક સીંગર અન્‍વેષાનો લતાજીને શ્રધ્‍ધાંજલિ અર્પતો કાર્યક્રમ સુપર ડૂપર હિટ ગયો. આવાજ લાજવાબ કાર્યક્રમો હવે અવિરત માણવા મળશે.

એક સમયના ગીતકાર-સંગીતકારોએ આપેલા એ અવિસ્‍મરણીય ગીતોએ એક આખી પેઢીને ગાતી કરી દીધી હતી. એમનાં ગીતો ઉપરાંત, નવી ફિલ્‍મોનાં પણ ગીતો પોપ્‍યુલર બન્‍યા છે. આ ગીતોને પડદા પાછળ ગાનાર હવે રાજકોટમાં લાઇવ પર્ફોમન્‍સ આપવા આવી રહ્યા છે. નજીકના ભવિષ્‍યમાં અમિતાભ બચ્‍ચનના ગીતો ગાનાર સુદેશ ભોંસલે પણ રાજકોટ આવી રહ્યા છે.

ક્‍વોલિટી શો કવોલિટી પીપલ એવું જુનુ ને જાણીતું એક માત્ર નામ શ્નબોલીવુડ ઇવેન્‍ટના  ભારતીબેન નાયક હવે રાજકોટમાં ‘તાલ તરંગ'સંગીતની સુમધુર સંસ્‍થાના સથવારે નવા નવા યાદગાર મ્‍યુઝિકલ કવોલિટી શોનું આયોજન કરવા જઈ રહ્યા છે. વેહલા તે પેહલાના ધોરણે સભ્‍યપદ મેળવી હવે પછીના અમુલ્‍ય શો માણી શકાય છે. આગામી સંગીતની સુહાની સફરનો અમિતાભ બચ્‍ચનના ગીતો જાણીતા પ્‍લેબેક સીંગર સુદેશ ભોંસલે અને સાથીદારો સાથે માણવાનો સુવર્ણ લાભ મેળવવા આજે જ ‘તાલ તરંગ' સંસ્‍થામાં સભ્‍યપદ મેળવો. ‘તાલ તરંગ' સંસ્‍થામાં સભ્‍ય પદ મેળવનાર કપલ (બે વ્‍યક્‍તિ) અથવા ગ્રૂપને આખા વર્ષના આવા ૬ પ્રોગ્રામ અને સાથે ૧ બોનસ પ્રોગ્રામ આપવામાં આવશે. સભ્‍યપદ મેળવનારને સંગીતના દિગ્‍ગજ કલાકારોને નજર સમક્ષ લાઇવ સાંભળવાની અમૂલ્‍ય તક મળશે. ‘તાલ તરંગ' સંસ્‍થામાં જોડાવા બોલીવુડ ઇવેન્‍ટના ભારતીબેન નાયકનો વહેલા તે પહેલાના ધોરણે ૯૮૯૨૬ ૨૫૭૬૮ પર સંપર્ક કરવા એક યાદિમાં જણાવાયું છે.

(3:18 pm IST)