કોટડા સાંગાણીના સોળીયા ગામે જાહેરમાં જૂગાર રમતા ૮ પકડાયાઃ એલસીબીનો દરોડો
રાજકોટ તા. ૬ :.. કોટડાસાંગાણીના સોળીયા ગામે રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતા ૮ શખ્સોને ઝડપી લીધા હતાં.
કોટડા સાંગાણીના સોળીયા ગામે આણંદપર રોડ ઉપર આવલ સ્મશાનની સામે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા રૂરલ ક્રાઇમ બ્રાંચને પી.આઇ. વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ. જે. રાણા તથા ટીમે દરોડો પાડી જૂગાર રમતા ૮ શખ્સોને રોકડા રૂા. ર૮,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.
જુગારમાં પકડાયેલ શખ્સોમાં (૧) રામદેવસિંહ ગંભીરસિંહ, (ર) જગદીશસિંહ રણુભા જાડેજા, (૩) વિનોદ મેરામભાઇ સોલંકી, (૪) અંકીત રમેશભાઇ મેટાળીયા, (પ) મુકેશ ગોવાભાઇ જીંજરીયા, (૬) જેન્તી મોહનભાઇ વનાળીયા, (૭) પરાક્રમસિંહ ક્રિપાલસિંહ જાડેજા, રે. તમામ સોળીયા તથા હરપાલસિંહ જયપાલસિંહ જાડેજા રહે. ખોડા તા. કોટડા સાંગાણીનો સમાવેશ થાય છે. પકડાયેલ તમામને કોટડાસાંગાણી પોલીસના હવાલે કરાયા હતાં.