કાલે ગોવિંદભાઇ પટેલના જન્મદિવસ નિમિતે ગરીબ બાળકોને લકઝરીયસ સહેલગાહ
રાજકોટ તા. ૬ : મવડી ગામના અગ્રણી ઉદ્યોગપતિ ધીરૂભાઇ સોરઠીયાએ રાજકોટના લોકલાડીલા અને કર્મનિષ્ઠ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના જન્મદિવસ નિમિત્તે સેવામય આયોજન કર્યું છ.ે બપોરે ૩-૩૦ વાગ્યે મવડી ગામથી રર લકઝરીયસ કાળી ગાડીઓમાં કોઠારીયા વિસ્તારના ગરીબ બાળકોને બેસાડી રેસકોર્સની સહેલગાહ કરાવાશે.
સેવાના સારથી દીપાબેન વઘાસીયાના નિર્દેશન અનુસાર લક્ષ્મીનગર, લોહા વિસ્તાર અને કોઠારીયા વિસ્તારના ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને મવડીથી પ્રસ્થાન થયેલી ગાડીઓ ૪ વાગે રણુજા મંદિર ખાતેથી પીકઅપ કરશે. ત્યાંથી રેસકોર્સ વિસ્તારમાં પરિભ્રમણ કરી યાજ્ઞીક રોડ થઇ અને મવડી તરફ પ્રસ્થાન કરી અને વગળ ચોકડીએ શગુન પાર્ટી પ્લોટ ખાતે વિરામ લેશે. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ આ સ્લમ વિસ્તારના બાળકો સાથે કેક કટિંગ કરી બાળકોને ભોજન સાથે સુંદર ભેટ પણ અપાવશે.સમગ્ર કાર્યક્રમ ખોડલધામ એંકર હાર્દિકભાઇ સોરઠીયા, રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ અને યુવા આગેવાન કિશનભાઇ ટીલવા અગ્રણી ઉદ્યોગપતિ વિશાલ સોરઠીયા, મારૂતિ નંદન ચેરીટેબલ મંદિરના પ્રમુખ રાજુભાઇ સોરઠીયા, હરસોડા પરિવારના પ્રમુખ જયેશભાઇ હરસોડા, વોર્ડ ૧૧ના યુવા મોરચા પ્રમુખ અંકિત સોરઠીયા, અક્ષય સોરઠીયાના માર્ગદર્શન હેઠળ થઇ રહ્યો છે.