વિદેશી દારૂના ગુન્હામાં ત્રણ માસથી ફરાર મનોજ ઉર્ફે શીવાને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો
મોબાઇલ ફોનમાં ધમકી અને દારૂના ૧૦ ગુન્હામાં પણ સામેલ
રાજકોટ તા. ૬ : રેલનગર પાસે શીવાલય ચોક પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂના ગુન્હામાં ત્રણ માસથી ફરાર બુટલેગરને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરેપોઓનેપકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રીમનોજ અગ્રવાલે સૂચના આપતા ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. એમ.એમ.ઝાલા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. સંજયભાઇ ચાવડા, કોન્સ ઉમેશભાઇ ચાવડા અને ભગીરથસિંહ ઝાલાને બાતમી મળતા રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ પર શિવાલય ચોક પાસેથી બુટલેગર મનોજ ઉર્ફે શવો રમેશભાઇ પોબારૂ (ઉ.૪૦)(રહે.રેલનગર સાધુવાસ -વાણી કુંજ રોડ શિવાલય ચોક પાસે) ને પકડી લીધો હતો મનોજ ઉર્ફે શીવો ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં ત્રણ મહિનાથી ફરાર હતો. તે અગાઉ મોબાઇલ ફોનમં ધમકી અને વિદેશી દારૂના ૧૦ જેટલા ગુન્હામાં પકડાઇ ચુકયો હોવાનું જણાવા મળ્યું છે.