News of Monday, 6th December 2021
જંગલેશ્વરમાં નાર્કોટિકસને લગતી પ્રવૃતિને અંકુશમાં રાખવા ડોગને સાથે રાખી ડ્રાઇવ
નાર્કોટિકસને લગતી ગેરકાયદે પ્રવૃતિઓ કરતાં શખ્સોને અંકુશમાં રાખવા અને ડ્રગ્સની આવી કોઇપણ પ્રવૃતિ કોઇ ન કરે એ માટે જંગલેશ્વરમાં આજે એસીપી એચ. એલ. રાઠોડ તથા ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પોલીસે ખાસ ડ્રાઇવ યોજી હતી. અગાઉ આ વિસ્તારમાંથી ડ્રગ્સના ગુનામાં પકડાયા હોય તેના ઘરે નાર્કોટિકસ ટ્રેઇન ડોગને સાથે ચેકીંગ કરવામાં આવ્યું હતું. જો કે કંઇ શંકાસ્પદ મળ્યું નહોતું.
(3:17 pm IST)