રાજકોટ
News of Tuesday, 6th December 2022

દુષ્‍કર્મના ગુનામાં પકડાયેલ આરોપીને જામીન પર છોડવા અદાલતનો આદેશ

રાજકોટ,તા.૬ : દુષ્‍કર્મના ગુન્‍હામાં આરોપી મનોજ રાજાભાઇ બોરીચાની જામીન અરજીને કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

બનાવની ટુંકમાં વિગત જોવામાં આવે તો ભોગ બનનાર ફરીયાદીએ અન્‍ય આરોપીને પોતાની માલીકીનું મકાન ભાડે આપેલ હોય અને જે ભાડુ લેવા માટે ભોગ બનનાર આરોપી પાસે ગયેલ હોય ત્‍યારે આરોપીએ ભોગ બનનારે ચા માં કેફી પીણુ પીવડાવી ભોગ બનનારને બેભાન કરી તેનો લાભ લઈ મરજી વિરૂઘ્‍ધ શારીરીક સંબંધ બાંધેલ અને જેનો વિડીયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી રૂા.૨૧,૦૦૦/- કટકે કટકે પડાવેલ જે અંગેની ફરીયાદ ફરીયાદી  દ્વારા કરવામાં આવેલ હતી.

 આ ફરીયાદના આધારે આરોપી મનોજભાઈ ને તા.૧૪/૧૧/ર૦રરના રોજ પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ આરોપીના અટક થયા બાદ આરોપીએ તેના વકીલ  મારફત જામીન પર છુટવા અરજી કરેલ અને જે અરજીમાં વકીલ દ્વારા દલીલ કરતા જણાવેલ કે ફરીયાદી દ્વારા ફરીયાદ બે વર્ષ બાદ પાછળથી ઉભી કરેલ હોય અને બનાવબાદ તુરંત ફરીયાદ કરેલ ન હોય તેમજ આરોપી પાસેથી કોઈ મુદામાલની રીકવરી કે ડીસ્‍કવરી થયેલ નથી તેમજ તપાસના કામે ફરીયાદ મુજબની કોઈ વિડીયો કલીપ મળી આવેલ નથી. તેમજ આજુબાજુ રહેણાંક વિસ્‍તાર હોય તેવી દલીલો કરેલ અને  હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ રાખ્‍યા જે ચુકાદાઓ અને દલીલો ઘ્‍યાને લઈ આરોપી મનોજભાઈને જામીન પર મુકત કરેલ છે.

  ઉપરોક્‍ત કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ પિયુષભાઈ શાહ,  ધારાશાષાી અશ્વિનભાઈ ગોસાઈ, ચિત્રાંક એસ. વ્‍યાસ, નિતેષ કથીરીયા, નિવીધ પારેખ, રવિ મુલીયા, કશ્‍યપ ઠાકર, નેહા વ્‍યાસ, બીનાબેન પટેલ, ભાવીનભાઈ રૂઘાણી, ઉર્વીશાબેન યાદવ, હર્ષિલ શાહ, સાગર વાટલીયા, સચીન ગોસ્‍વામી, રાજુભાઈ ગોસ્‍વામી વિગેરે રોકાયેલા હતા.

(4:22 pm IST)