રાજકોટ
News of Tuesday, 6th December 2022

મારવાડી શેર્સ એન્‍ડ ફાયનાન્‍સ લી.ના ચેક રિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા

સજા સાથે એક લાખથી વધુ રકમનું વળતર આપવા હુકમ

રાજકોટ તા. ૬: આખા દેશમાં ખુબજ સારી નમના ધરાવતી તથા રાજકોટમાં મુખ્‍ય શાખા ધરાવતી મારવાડી શેર્સ એન્‍ડ ફાયનાન્‍સ લી. એ રહે. બી-૪ મુરલીધર કો. ઓપ. હાઉસીંગ સોસાયટી, આઝાદ કાંટા, પારડી, વાપીના શખ્‍સ સામે અત્રેની કોર્ટમાં દાખલ કરેલ ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળના કેસમાં છ (૬) માસની સાદી કેદની સજા તથા રૂા. ૧,૦૩,૯૯૧/- નું વળતર ચુકવવાનો હુકમ કરેલ અને જો વળતરની રકમ દિન-૬૦ માં ન ચુકવે તો વધુ છ (૬) માસની સાદી કેસની સજા કરવાનો હુકમ ફરમાવતા ચેક રીટર્નના આરોપીઓમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કિસ્‍સાની ટુંકમાં વિગત એવી છે કે, દેશભરમાં ખુબજ સારી નામના ધભરાવતી મારવાડી શેર્સ એન્‍ડ ફાયનાન્‍સ લી. ને તેમના કલાયન્‍ટ ગૌરવભાઇ અરવિંદભાઇ ગાંધી, રહે.-બી-૪ મુરલીધર કો. ઓપ. હાઉસીંગ સોસાયટી, આઝાદ કાંટા, પારડી, વાપી વાળાએ તેમની બાકી રકમ ચુકવવા માટે રૂા. ૧,૦૩,૯૯૧/- ના ચેક આપેલ સદરહું ચેક ગૌરવભાઇ અરવિંદભાઇ ગાંધી એ મારવાડી શેર્સ એન્‍ડ ફાયનાન્‍સ લી. ને આપ્‍યા ત્‍યારે એવું પાકું, વચન અને ખાત્રી આપેલ કે કંપની તેમના ખાતાવાળી બેંકમાં સદરહું ચેક જમા કરાવશે એટલે તેમને ચેકમાં જણાવેલ રકમ મળી જશે. આથી ફરીયાદી કંપની મારવાડી શેર્સ એન્‍ડ ફાયનાન્‍સ લી. એ આરોપીના જણાવ્‍યા મુજબ ચેક પોતાની બેંકમાં રજુ કરતા ચેક વગર વસુલાતે પરત ફરેલ.

આથી ફરીયાદી કંપનીએ તેમના એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ. તેમ છતાં આરોપીએ કાયદાની જોગવાઇ મુજબ સમય મર્યાદામાં ચેકની રકમ ફરીયાદી કંપનીમાં જમા ન કરાવતા ફરીયાદી કંપની મારવાડી શેર્સ એન્‍ડ ફાયનાન્‍સ લી. એ તેમના એડવોકેટ મારફતે અત્રેની કોર્ટમાં ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ દાખલ કરેલ. જે ફરીયાદમાં ફરીયાદી કંપનીના એડવોકેટ કિશન એમ. પટેલે વિવિધ કોર્ટોની ઓથોરીટીઓ ટાંકી દલીલ કરી રજુઆત કરેલ કે આરોપીએ આપેલ ચેક કાયદેસરના લેણા પેટે આપેલ હતો જે ચેક વગર વસુલાતે પરત ફરતા આરોપીએ ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ ગુન્‍હો કરેલ છે. મેજીસ્‍ટ્રેટ શ્રી એ. પી. ડેરે ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને તકસીરવાન ઠરાવી છ (૬) માસની સાદી કેદની સજા તથા રૂા. ૧,૦૩,૯૯૧/- નું વળતર ચુકવવાનો હુકમ કરેલ અને જો વળતરની રકમ દિન-૬૦ માં જમાં ન કરાવે તો વધુ છ (૬) માસની સાદી કેદની સજા કરવાન હુકમ ફરમાવેલ છે.

આ કામમાં મારવાડી શેર્સ એન્‍ડ ફાયનાન્‍સ લી. વતી રાજકોટનાં એડવોકેટ કિશન એમ. પટેલ રોકાયેલા છે.

(4:18 pm IST)