રાજકોટ
News of Tuesday, 7th February 2023

વકીલોની પરીક્ષાનો વિવાદઃ તપાસ કમિટીની રચનાઃ કસૂરવાન સામે કાયદેસરની કાર્યવાહીના સંકેત

રાજકોટ, તા.૭: રાજકોટમાં વકીલોની એઆઈબીસીની પરીક્ષાના વિવાદમાં તપાસ કમિટીની રચના કરાઈ છે. આ કમિટીમાં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજશ્રી ઉપાધ્‍યાય, જયંત જયભાવે દત્તાત્રેય, ડો.શાંતાકુમાર, વાઇસ ચાન્‍સલેર જી.એન.એલ.યુ.નો સમાવેશ કરાયો છે. આ સભ્‍યોની કમિટીનું ગઠન કરવા બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના ચેરમેન મનન મિશ્રાની અધ્‍યક્ષતામાં ઠરાવ કરાયો હતો. પરીક્ષામાં કેટલા વકીલોએ મોબાઈલનો ઉપયોગ કર્યો? તે તપાસવામાં આવશે. સીસીટીવી તપાસ માટે ફેક્‍ટ ફાઈડિંગ કમિટીની રચના થઈ છે. જેમાં કસૂરવાર જણાયે કાયદેસરની કાર્યવાહી કરવાના સંકેત બીસીઆઈના ચેરમેન મિશ્રાએ આપ્‍યા છે.

(4:07 pm IST)