રાજકોટ
News of Friday, 7th May 2021

ગોંડલ સ્ટેશન પ્લોટમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો

ચોરીનું સોનું ખરીદનાર મોટી બજારના સોની વેપારી વિરૂધ્ધ પણ પોલીસની કડક કાર્યવાહી

ગોંડલ,તા. ૭: ફાયર સ્ટેશન, ટાઉન હોલ ની સામે સુરેશ્વર પરોઠા હાઉસ નામે રેસ્ટોરન્ટ ધરાવતા અને સ્ટેશન પ્લોટમાં રહેતા મનીષભાઈ છાંટબાર ના દ્યરે ફેબ્રુઆરી માસમાં દ્યરફોડ ચોરી થવા પામી હતી અને તે ચોરી અન્ય ચોરીના કેસમાં ઝડપાયેલા કરણ અશોકભાઈ પરમાર તેમજ સોહીલ ઇકબાલભાઈ શેખ રહે ગોંડલ નામના શખ્સોએ કરી હોવાનું કબૂલ્યું હતું અને આશરે ૪૫,૦૦૦ હજારની કિંમતના સોનાના ૧૦ ગ્રામના ત્રણ ઢાળિયા મોટી બજારમાં સોનાની દુકાન ધરાવતા મનદીપ જવેલર્સ વાળા નવનીત મગનલાલ મકવાણા ને વેચ્યા હોવાનું જણાવતા સીટી પીએસઆઇ કનારા એ ચોરીનો મુદ્દામાલ કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

(11:05 am IST)