રાજકોટ
News of Friday, 7th May 2021

ચુડાસમા પ્લોટમાં ત્રણ દુકાનોના તાળા તુટ્યા

તસ્કરો જ્વેલર્સ, કલીનીક અને ટેઇલરની દુકાનમાં ત્રાટકયા પરંતુ કંઇ હાથ ન લાગ્યું

રાજકોટ : એરપોર્ટ ફાટક પાસે આવેલા ચુડાસમા પ્લોટ શેરી નં. ૨માં ધ્રુવનગર શેરી નં. ૨ ની સામે આવેલી સુરેશભાઇ વડવાણાની ગીરીરાજ જ્વેલર્સ, બાજુમાં ડો. અશોકભાઇ ટોળીયાનું કલીનીક અને થોડે દૂર સ્ટાઇલેક્ષ ટેઇલર નામની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ વહેલી સવારે તાળા તોડી શટર ખોલી દુકાનમાં પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. સવારે શીવ વીડીયોવાળા મુકેશભાઇ ત્યાંથી પસાર થતા હતા. ત્યારે ગીરીરાજ જ્વેલર્સનું શટર અડધું ખુલ્લુ જોતા તેણે તાકીદે સુરેશભાઇને જાણ કરતા તે દુકાન પાસે જઇ દુકાનમાં અંદર જતા એક તસ્કર તેને જોઇને ભાગી ગયો હતો. બાદ આસપાસના લોકો એકઠા થઇ ગયા હતું. જો કે આ ત્રણેય દુકાનમાંથી કંઇ ગયું નથી. આ બનાવની જાણ કરતા પ્રનગર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

(3:17 pm IST)