રાજકોટ
News of Friday, 7th May 2021

વોર્ડ નં. ૧પમાં વશરામભાઇ સાગઠિયા દ્વારા સેનીટાઇઝેશન કરાવાયુ

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા અને વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર વશરામભાઇ સાગઠિયા દ્વારા આજરોજ તેઓએ વોર્ડમાં થોરાળા વિસ્તારમાં સેનીટાઇઝ કરાવવાનું શરૂ કરાવ્યું હતું તેમજ લોકો કામ સિવાય ઘરેથી બહાર ન નીકળે અને લોકો કોરોના મહામારી સામે સાવધાની રાખે તેવી અપીલ પણ કરવામાં આવેલ હતી આ તકે ઉપસ્થિત હીરાભાઇ પરમાર, નરેશ પરમાર, અરવિંદભાઇ મુછડીયા, પરેશભાઇ સોલંકી, એ. સોશિયલ ડિસ્ટન્સ રાખી લોકોને કોરોના સંક્રમણ ન ફેલાય તેવા પગલા લેવા અપીલ કરી હતી.

(4:09 pm IST)