રાજકોટ
News of Thursday, 7th July 2022

ભડલી ગામમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું સ્‍વાગત

રાજકોટઃ આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ અન્‍વયે આયોજિત વંદે ગુજરાત વિકાસયાત્રાનું વીંછિયા તાલુકાના ભડલી ગામમાં સ્‍વાગત ધારાસભ્‍યથી કુંવરજીભાઈ બાવળિયાએ સ્‍વાગત કર્યું હતું.

આ તકે કાસકોલિયા ગામમાં ૩.૨ કરોડના ખર્ચે માધ્‍યમિક શાળાના બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને ભડલી ગામમાં ૧૫.૭ લાખના ખર્ચે પેવર બ્‍લોક, પિવિસી પાઈપ લાઈન વગેરે કાર્યોની જાહેરાત કરવામાં આવી હતી. ટુંક સયમાં આ બંને કાર્યોના ખાતમુહુર્ત કરવામાં આવશે.

આ તકે ટીડીઓ શ્રી અને.ડી.ગામીત, મામલતદારશ્રી ડી.કે. પરમાર, ટીએચએ શ્રી ખાંભલા સહિતના અધિકારીઓ તેમજ ગામના સરપંચથી તેમજ અન્‍ય આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:17 pm IST)