રાજકોટ
News of Thursday, 7th July 2022

મોરબી રોડ સાનિધ્‍ય એપાર્ટમેન્‍ટમાં રવિ પ્રજાપતિની ધોકાથી ધોલધપાટ

ઉપરના માળે રહેતાં કિશન સહિતના તૂટી પડયા

રાજકોટ તા. ૭: મોરબી રોડ પર સાનિધ્‍ય એપાર્ટમેન્‍ટમાં રહેતાં અને ચાંદી કામ કરતાં રવિ મુકેશભાઇ પ્રજાપતિ (ઉ.૨૪)ને ઉપરના ફલેટમાં રહેતાં કિશન અને અજાણ્‍યાએ મળી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝનને જાણ કરવામાં આવી હતી.

રવિના કહેવા મુજબ તે તથા બીજા છોકરા પાર્કિંગમાં બેસતાં હોઇ કિશનના પિતાએ બે દિવસ પહેલા વાંધો ઉઠાવી ગાળો દીધી હતી. ગત સાંજે પણ ગાળો દેતાં ઝઘડો થયા બાદ તેણે પુત્ર કિશન સહિતને બોલાવતાં હુમલો થયો હતો.

(3:34 pm IST)