રાજકોટ
News of Thursday, 7th July 2022

યુવા ભાજપ દ્વારા વોર્ડ નં. ૧૮ માં રકતદાન કેમ્‍પ

 પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઇ કોરાટના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં યુવા ભાજપ મોરચા દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ અંતર્ગત રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ. તે અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વોર્ડમાં તબકકાવાર મેગા રકતદાન કેમ્‍પનું આયોજન થયુ હતુ. યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આવેવાની હેઠળ શહેરના વોર્ડ નં. ૧૮ ખાતે  રકતદાન કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો. આ કેમ્‍પનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા, ભાનુબેન બાબરીયાના હસ્‍તે દીપપ્રાગટયથી કરવામાં આવેલ. આ તકે પ્રવિણ સેગલીયા, સહદેવ ડોડીયા, સંજય વજકાણી, અનીલ દોંગા, કિશન અજાણી, જનકભાઇ ચાવડા, સંજયસિંહ રાણા, સંદીપ ગાજીપરા, જીજ્ઞેશ જોષી, શૈલેષ બુસા, હીતેશ ઢોલરીયા, રવિ હમીરપરા સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:31 pm IST)