રાજકોટ
News of Monday, 7th September 2020

નવા થોરાળાના ખુન કેસમાં પકડાયેલ આરોપીના વચગાળાના જામીન મંજુર

રાજકોટ,તા. ૭: નવા થોરાળા વિસ્તારમાં જુની અદાવતમાં થયેલ મર્ડરના આરોપીને જામીન પર મુકત કરવા રાજકોટ સેસન્સ કોર્ટ હુકમ કર્યો હતો.

બનાવની વિગત જોઇએ તો તન. ૨૫/૭/૨૦૧૮ના રોજ નવા થોરાળા વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ સ્કુલ પાસે આરોપી જયદીશ રામજીભાઇ રંગપરા ઉપર થયેલ ખુની હુમલાનો ખાર રાખી ફરીયાદી આવેશ ઉર્ફે સોયલો ઓડીયા તથા અજય ઉર્ફે ભયકુએ આરોપી જગદીશ રામજીભાઇ રંગપરા ઉપર તેમના ઘરે છરી, તલવાર જેવા હથીયારો લઇ ખુની હુમલો કરેલ હતો. જે હુમલામાં અજય ઉર્ફે ભયકુનું સ્થળ પર જ મરણ થયેલ હતું. તેથી આ કામે થોરાળા પો.સ્ટે.ગુ.રજી. નં. ૯૧/૨૦૧૮થી ભારતીય દંડ સહિતાની કલમ ૩૦૨, ૩૨૪, ૩૪૧, ૫૦૪, ૧૧૪ મુજબ આરોપી વિઠ્ઠલભાઇ રામજીભાઇ રંગપરા, જગદીશ રામજીભાઇ રંગપરા, રંજન વિઠ્ઠલભાઇ રંગપરા, રાધુબેન જગદીશભાઇ રંગપરા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ છે. જે ફરીયાદ અનુસંધાને તમામ આરોપીઓની તા. ૨૫/૭/૨૦૧૮ના રોજ થોરાળા પોલીસે ધરપકડ કરી રાજકોટના જ્યુ. મેજી. સાહેબ સમક્ષ રજુ કરેલ. કોર્ટએ તમામ આરોપીઓને જ્યુ. કસ્ટડીમાં લઇ જેલ હવાલે કરેલ હતો.

આ બનાવના આરોપી જગદીશ રામજીભાઇ રંગપરાએ વકીલ રોકી રાજકોટના સેસન્સ જજ સાહેબ સમક્ષ વચગાળા જામીન મેળવવા જામીન અરજી કરેલ. જે જામીન અરજીમાં આરોપીના વકીલએ કોર્ટમાં કરેલ રજુઆત ધ્યાને લઇ, રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ યુ.ટી.દેસાઇએ કામના આરોપી નં. ૨ જગદીશ રામજીભાઇ રંગપરાને શરતોને આધીન તા. ૩/૯/૨૦ થી ૧૯/૯/૨૦ સુધી એટલે કે ૧૫ દિવસના વચગાળાના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કામે આરોપી વતી એડવોકેટ મીતુલ જે. આચાર્ય, કેયુર રૂપારેલીયા અને કૌશીક એચ. સોઢા રોકાયેલ હતા.

(3:20 pm IST)