રાજકોટ
News of Monday, 7th September 2020

કોરોનાના દર્દીઓની આરોગ્ય વિષયક અદ્યતન માહિતી તેમના સગા સંબંધીઓને મળી શકે તે માટે કોરોના વોર્ડ ખાતે ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત

રાજકોટ તા. ૭:  સિવીલ હોસ્પિટલ ખાતે  કોરોના વાયરસની સારવાર માટે દાખલ થતાં દર્દીઓની આરોગ્ય વિષયક અદ્યતન માહિતી તેમના સગાં સંબંધીઓને ફોન દ્વારા સરળતાથી મળી શકે તે માટે સિવીલ હોસ્પિટલ, રાજકોટના કોરોના વોર્ડ ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરી તેમાં ૯૩૧૩૭ ૧૭૫૮૪, ૬૩૫૨૫ ૯૯૩૦૦ તથા (૦૨૮૧) ૨૪૪૪૬૮૦ ટેલીફોન નંબર કાર્યરત રહે તેવી હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે.

આ ટેલીફોન લાઇન રાઉન્ડ ધ કલાકે ચાલુ રહેશે, તથા આ કંટ્રોલ રૂમમાં અધિકારીઓ-કર્મચારીઓ સતત હાજર રહી માહિતી આપશે. જેથી ઉકત ટેલીફોન નંબરવાળા હેલ્પલાઇન પરથી પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ, સીવીલ હોસ્પિટલ, રાજકોટ ખાતે દાખલ દર્દીના સગા સંબંધીઓને દર્દીની આરોગ્ય વિષયક અદ્યતન માહિતી મેળવવી તેમજ દર્દી વિષયક અન્ય માહિતી મેળવવા કે દર્દી સુધી દર્દીની પ્રાથમિક જરૂરીયાતની કોઇ પણ વસ્તુ પહોંચાડવામાં મુશ્કેલી ન પડે તે માટે દર્દીઓના સગા - સબંધીઓને આ હેલ્પલાઇનનો લાભ લેવા રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રૈમ્યા મોહને અપીલ કરી છે.

(3:24 pm IST)