રાજકોટ
News of Monday, 7th September 2020

સિવિલ કોવિડ હોસ્પીટલમાં અત્યંત સારી અને સુવિધા સભર સારવારઃ બિપીન અઢિયા

ર૯મીથી સારવાર હેઠળ રહેલા પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેને રાજકોટની હોસ્પીટલને સુવિધા સભર બનાવવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો

રાજકોટ તા. ૭ : શહેરમાં કોરોના સંક્રમણ એટલી હદે વધ્યો છે કે હવે રાજકિય ક્ષેત્રમાં લોકો પણ સંક્રમિત થવા લાગ્યા છે. સામાન્ય સંજોગોમાં ખાનગી હોસ્પીટલોમાં સારવાર માટે જતાં આવા રાજકીય આગેવાનો કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પીટલની કોવિડ હોસ્પીટલમાં સારવાર લેવાનું પસંદ કરી રહ્યા છે કેમ કે અહી અત્યંત સુવિધા સારવાર સારી અને પારિવારીક ભાવના સાથે કોઇપણ ભેદભાવ વગર તમામ દર્દીઓની સારવાર થઇ રહી છે. આ શબ્દો છે. રાજકોટ મ.ન.પાના પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચરમેન બિપીનભાઇ અઢિયાના ર૯મી ઓગસ્ટથી સિવિલ હોસ્પીટલની કોવિડ હોસ્પિટલના કોરાના વોર્ડમાં સારવાર લઇ રહેલા બિપીનભાઇ અઢિયાએ સિવિલ હોસ્પીટલના ડોકટરો-નર્સ સહીતના સ્ટાફની સેવા અંગે ગદગદીત થતા જણાવેલ કે અહી અમીર-ગરીબ જ્ઞાતી જાતી વી.આઇ.પી. એવા કોઇ ભેદભાવ વગર હોસ્પીટલના તમામ સ્ટાફ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાના જીવના જોખમે દર્દીઓનો અનહદ સેવા કરે છે. હોસ્પીટલમાં સ્વચ્છતા દર્દીઓને ભાવતા ભોજન નિયમીત દવા આપવી, સારવાર કરવી આ તમામ કામગીરી ખાનગી હોસ્પીટલોને પણ ટકકર મારે તેવી રીતે થઇ રહી છે.આ માટે બીપીન અઢિયાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો વિશેષ આભાર વ્યકત કરતા જણાવેલ કે મૂખ્યમંત્રીશ્રીએ રાજકોટવાસીઓની ચિંતા કરી અને અત્યંત સારી સુવિધાજનક હોસ્પીટલની કાયમી સુવિધા આપી છે. જે ખરેખર ધન્યવાદને પાત્ર છે.

(3:25 pm IST)