રાજકોટ
News of Monday, 7th September 2020

કડવીબાઇ વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી

 વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલય દ્વારા 'ડીઝીટલ ટીચર્સ ડે'ની ઉજવણી કરવામાં આવેલ. વિદ્યાર્થીઓ દ્વારા ગુગલ મીટ, ઝુમ જેવી એપ્લીકેશનના માધ્યમથી પીરીયડ લેવાયા હતા. શાળાની યુ-ટયુબ ચેનલમાં પસંદગી પામેલ ગ્રુપ વીડીયો અપલોડ કરવામાં આવેલ. તેમ શાળાના ઇ. આચાર્યા શ્રી વર્ષાબેન ડવની યાદીએ જણાવેલ છે.

(3:56 pm IST)