રાજકોટ
News of Monday, 7th September 2020

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ધાંધલ્યાએ પ્લાઝમા ડોનેટ કર્યુઃ વધુ ડોનેટ માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો અનુરોધ

૨૮ દિ' અગાઉ કોરોનાને હરાવ્યો હોય તેવા કોઇપણ લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

રાજકોટ તા. ૭: હાલમા સમગ્ર વિશ્વમા કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે જે કોરોના વાયરસની કોઇ દવાઓ હાલ શોધાયેલ નથી પરંતુ કોરોના વાયરસ પોઝીટીવ આવેલ દર્દીને અન્ય અગાઉ કોરોના વાયરસ પોઝીટીવ આવેલ દર્દી જેઓ સ્વસ્થ થતા તેના ૨૮ દિવસ બાદ તેના પ્લાઝમા ડોનેટ કરી શકે છે જે પ્લાઝમા કોરોના વાયરસ પોઝીટીવ આવેલ દર્દીને આપવાથી તે જલદીથી સ્વસ્થ થાય છે. આથી શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના અનુરોધથી પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ કે જે અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હોઇ અને ૨૮ દિવસ અગાઉ કોરોનાને હરાવી ચુકયા હોય તેવા પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવ્યા છે. તે અંતર્ગત હાલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાએ પ્લાઝમા ડોનેટ કર્યુ છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા શહેર પોલીસ ડીપાર્ટમેન્ટ ના અગાઉ કોરોના વાયરસ પોઝીટીવ આવેલ અધિકારીઓ, કર્મચારીઓ કે જેઓ ૨૮ દિવસ અગાઉ સ્વસ્થ થઇ ગયેલ હોઇ તેઓને પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવી ઉમદા ઉદાહરણ પુરૂ પાડવા અનુરોધ કર્યો હતો. જેથી શહેર ડી.સી.બી. પો.સ્ટે.ના પીએસઆઇ એચ.બી.ધાંધલ્યાએ પ્લાઝમા ડોનેટ કરેલ છે. આ રીતે રાજકોટ શહેરની જાહેર જનતાને પણ અપીલ કરવામા આવે છે કે જે પણ લોકો કોરોના વાયરસના સંક્રમણમા આવેલ હોઇ અને બાદ ૨૮ દિવસ અગાઉ કોરોના વાયરસને માત આપી સ્વસ્થ થયેલ હોય તેઓએ આગળ આવી પોતાના પ્લાઝમા ડોનેટ કરવુ જોઇએ. જેથી કરી અન્ય લોકો જલ્દીથી સ્વસ્થ થાય કોઇનો જીવ બચી શકે.

(4:01 pm IST)