રાજકોટ
News of Monday, 7th September 2020

રાજકોટમાં ૨૦૧૯માં દૂર્ઘટનાથી માત્ર ૨૮૯ મોતઃ બાકીના ૮૯૬ અન્ય કારણોસરઃ પોલીસ કમિશનરે કરી સ્પષ્ટતા

સળગી જવાથી, વિજકરંટ, ડુબવાથી કે બીજા કારણોસર અને બિમારી, પડી જવા સહિતના મોત દૂર્ઘટનાથીઃ અન્ય મૃત્યુમાં બિમારી, બેભાન થઇ જવું સહિતના કારણોઃ આરોગ્ય સચિવ જયંતિ રવિને માહિતગાર કરાયા: દુર્ઘટનાથી મોતના મામલે રાજકોટ દેશમાં પ્રથમ નંબર પર હોવાનું જણાવાતા હકિકત સ્પષ્ટ કરવામાં આવી

રાજકોટ તા. ૭: આ શહેર જે ખુબજ વિકસીત શહેર છે. અહિ કુલ ૧૩ પોલીસ સ્ટેશનો કાર્યરત છે. જેમા લોકોની જાનમાલ તથા મિલ્કતનુ રક્ષણ કરવા માટે પોલીસ સ્ટાફ સતત તત્પર રહે છે. શહેરમાં અલગ-અલગ કારણોસર આકસ્મિક મૃત્યુ થતા રહે છે, જેને પોલીસની ટુંકી ભાષામાં એ.ડી. કહેવાય છે. શહેરમાં ૨૦૧૯માં થયેલા આવા આકસ્મિક મોતનો આંકડો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેર કર્યો છે. જે મુજબ એ વર્ષમાં ૧૧૮૫ બનાવો બન્યા હતાં. જો કે તેમાં દૂર્ઘટનાથી મોતનો આંક માત્ર ૨૮૯ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

હાલમાં દુર્ઘટનાથી મોતના મામલે રાજકોટ દેશમા પ્રથમ નંબર પર હોવાનુ જણાવવામા આવેલ છે. જે અંગે હકિકત જણાવવામાં આવે તો રાજકોટ શહેરમા સને ૨૦૧૯ મા અકસ્માત મોતના કૂલ ૧૧૮૫ બનાવો નોંધાયેલ છે. જેમા દુર્ધટના એટલે કે સળગી જવાથી, શોક લાગવાથી, ડુબી જવાથી કે જેમા કોઇ અન્ય પરીબળના હીસાબે મોત થયેલ હોય તેવા અકસ્માત મોતના રાજકોટ શહેરમા સને ૨૦૧૯ મા કૂલ ૨૮૯ બનાવો બનવા પામેલ હતા જયારે અન્ય મોત ના કારણોમા બીમારી સબબ, કોઇ કારણસર બેભાન થતા, પડીજવાથી મોત થયેલ હોય તેવા કૂલ ૮૯૬ બનાવો નોંધાયેલ છે જે ૮૯૬ અકસ્માત મોતના બનાવોમા પ્રથમીક રીતે જોવામા આવે તો કોઇ વ્યકિત કે જે બીમાર હોય, કોઇ કારણસર બેભાન થતા, કે કોઇ કારણસર પડીજવાથી તેઓ હોસ્પીટલમા દાખલ થતા જેઓનુ અવસાન થતા રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે તેઓનુ મોતનુ ચોક્કસ કારણ જાણવા માટે પી.એમ. કરવામા આવે છે અને જે પી.એમ. કરવામા આવે તે પહેલા જે તે લાગતા વળગતા પોલીસ સ્ટેશનમા બનાવ અંગે નોંધ કરવામા આવતી હોય છે. જે બનાવની અકસ્માત મોતમા નોંધ કરવામા આવે છે. જેના કારણે રાજકોટ શહેરના અકસ્માત મોતના આંકડામાંો વધારો જોવામા આવે છે. જેથી રાજકોટ શહેરનો અકસ્માત મોતનો આંકડો જોતા ૧૧૮૫ છે. જેમા સને ૨૦૧૯ મા દુર્ધટનાથી મોત થયેલ હોવાના કુલ ૨૮૯ બનાવો નોંધાયેલ છે. આ બાબતે રાજકોટ શહેર ખાતે આરોગ્ય અગ્ર સચિવ શ્રી જયંતી રવીને માહિતગાર કરવામા આવ્યા છે. તેમણે આ અંગે સુધારો કરવા પણ જણાવ્યું છે.

(4:03 pm IST)