રાજકોટ
News of Monday, 7th September 2020

રવિરત્ન પાર્ક મંડળ દ્વારા રાશનકીટ વિતરણઃ

રાજકોટ : રવિરત્ન પાર્ક નાગરિક મંડળ દ્વારા ૨૧૫ નિરાધાર પરિવારોને રાશનકીટ વિતરણ તથા સ્વ. ગોવિંદભાઇ વૈશ્નાણી અને સ્વ. લાભુબેન પરસોતભાઇ વૈશ્નાણીને ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી. આ કાર્યક્રમમાં ઇટાલીકા ટાઇલ્સ મોરબીના શૈલેષભાઇ વૈશ્નાણી,પટેલ એસ્ટેટના અશોકભાઇ વૈશ્નાણી, છગનભાઇ સાવલીયા, મનસુખભાઇ ધોળકીયા ઉપસ્થિત રહેલ. સૌ પ્રથમ સંસ્થાના દાતા. સ્વ. ગોવિંદભાઇ વૈશ્નાણી (ઇટાલીકા સિરામિક) તથા દાતા અશોકભાઇ વૈશ્નાણીના માતૃશ્રી સ્વ.લાભુબેન પરસોતમભાઇ વૈશ્નાણીને શ્રધ્ધાંજલી આપેલ.દાતાશ્રી બાબુભાઇ પટેલે (વિમલ લાઇટર) શુભેચ્છા પાઠવેલ. કાર્યક્રમને સફળ બનાવવા આર.સી.પટેલ, સીએચ જાવિયા, મણીભાઇ ઘોડાસરા, વી.ડી.ઠક્કર, ધીરૂભાઇ ઝાલાવડિયા, મગનભાઇ ઝાલાવડિયા, જગદીશભાઇ પટેલ, નરોતમભાઇ ફળદુ, જી.બી.મલ્લી, જમનભાઇ સાપરીયા, નટુભાઇ કણસાગરા, મગનભાઇ વાછાણી, હરેશભાઇ મારડીયા, જેન્તીભાઇ ઢોલરીયા, ભાવેશ ભટ્ટ, ધીરૂભાઇ ફળદુ, જાદવભાઇ કનેરિયા, લલિતભાઇ સરડવા, રમણિકભાઇ કણસાગરા, જયેશ ત્રાંબડીયા, શૈલેષ ડઢાણીયા, જેન્તીભાઇ ચપલા, આર.કે. ઝાલાવડિયા, મહેશ બાવરવા, મયુર ડેડાણીયા તથા બિપિનભાઇ પુજારીએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મગનભાઇ ઝાલાવડિયાએ કર્યું હતું. આભારવિધિ સી.એન. જાવિયાએ કરેલ.

(4:04 pm IST)