Vi 5G ડીજીટલ ટ્વિનના માધ્યમથી મોદીજીએ કામદારો સાથે કર્યો સંવાદ
રાજકોટ,તા. ૭ : વોડાફોન આઇડિયા લિમિટેડ (વીઆઇએલ)એ રાષ્ટ્રીય રાજધાનીમાં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં એના લાઇવ ૫જી નેટવર્ક તરફ પરિવર્તન શરૂ કર્યું હતું. વી ૫જી લાઇવ નેટવર્ક પર પ્રથમ કોલ ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યો હતો.
તેઓએ વી૫જી ડિજિટલ ટ્વિન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દ્વારકામાં નિર્માણાધીન દિલ્હી મેટ્રોની ટનલની ઇમર્સિવ કે સંપૂર્ણ ટૂર કરી હતી. આ કોલમાં દિલ્હીમાં આદરણીય લેફટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેના ઉપસ્થિત હતા. જેમણે આદરણીય પ્રધાનમંત્રી સાથે સાઇટ પર એક કામદારના સંવાદની સુવિધા કરી હતી.
વી ૫ જી પ્રદર્શન માટે આઇએમસી પર આદરણીય પ્રધાનમંત્રી સાથે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા તેમજ ચેરપર્સન કુમાર મંગલમ બિરલા ઉપસ્થિત રહ્યા હતા.