રાજકોટ
News of Friday, 7th October 2022

નેશનલ સાયન્સ સેમિનાર અંતર્ગત સ્પર્ધા

સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન તેમજ રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત અને સૌરાષ્ટ્ર એજયુકેશનલ ફાઉન્ડેશન સંચાલીત અને ગુજકોષ્ટ પુરસ્કૃત ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ ખાતે નેશનલ સાયન્સ સેમિનારની રાજકોટ જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ર૦ શાળાના ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં અનુક્રમે પ્રથમ રેવતી વારકે (કે.જી. ધોળકિયા સ્કુલ), દ્વિતિય જીનય ગોહેલ (સેન્ટ ઝેવિયર્સ સ્કુલ) અને તૃતિય રાધિકા દુધાત્રા (કે. જી. ધોળકિયા સ્કુલ)ના વિદ્યાર્થીઓ આવેલ છે. પ્રથમ રેવતી વારક અને દ્વિતિય જીનય ગોહેલ રાજય કક્ષાની હરિફાઇમાં ભાગ લેશે. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના હેડ ડો. મીહિરભાઇ જોષી અને જાણીતા પર્યાવરણવિદ શ્રી વિનોદભાઇ પંડયાએ નિર્ણાયક તરીકેની સેવા બજાવી હતી, તેમજ સેમીનારને અંતે નિર્ણાયકશ્રીઓએ વિદ્યાર્થીઓને વિષયને લગતી તલસ્પર્શી માહિતી આપેલ.

(4:10 pm IST)