રાજકોટ
News of Saturday, 8th January 2022

પી.જી.વી.સી.એલ.ના પાવર ચોરીના કેસમાં આરોપીનો નિર્દોષ - છૂટકારો

રાજકોટ તા. ૮ઃ રાજકોટના ર૦૦૦ ના વિદ્યુત ચોરીના ગુન્હામાં રેડ દરમ્યાન વીજ થાંભલેથી ડાયરેકટ પાવર લઇને થતી પાવર ચોરી માલુમ થતા કારખાનેદાર જયંતીલાલ શામજીભાઇ ફળદુ વિરૃધ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પી.જી.વી.સી.એલ. દ્વારા ફરીયાદ દાખલ થયેલ હતી.

રાજકોટના લોહાનગર સંજય સ્ટીલ વાળી શેરીના દિપક ઇન્ડસ્ટ્રીઝનાના નામથી ચાલતા કારખાના માલીક વિદ્યુત જોડાણ ધરાવતા હતા પરંતુ તેઓ આ લેથમશીનના કારખાનામાં તેમના વિદ્ુત કનેકશન વાળા કાયદેસરના કનેકશનમાંથી પાવર વાપરવાને બદલે સર્વિસ વાયર સાથે બીજો એક વાયર પસાર કરી અને થાંભલેથી ડાયર઼ેકટ પાવર લઇ પાવર ચોરી કરતા હતા, જેથી તેમની વિરૃધ્ધના ઇન્ડીયન ઇલેકટ્રીસીટી એકટ કલમ-૩૯ હેઠળ ગુન્હો દાખલ થયેલ જેનો ફોજદારી કેસ ચાલી જતા આ કેસ અન્વયે આ શિક્ષા પાત્ર ગુન્હામાંથી આરોપીને નિર્દોષ છોડી મુકવા રાજકોટના જયુડી. મેજી. ક્રીષ્ટી એ હુકમ ફરમાવેલ છે.

આ કામે જે તે વખતે કારખાના ઉપર માલીક હાજર ન હોય કારખાનુ અન્ય ચલાવતા હોય પી.જી.વી.સી.એલ. દ્વારા કારખાના માલીક ઉપર ગુન્હો દાખલ કરેલ જે અન્વયે કેસના ચાલતા દરમ્યાન પી.જી.સી.વી.એલ.ના અધિકૃત અધિકારીઓએ તથા રેડ દરમ્યાનના સાહેદો, પંચોએ તેમની જુબાનીમાં પણ જણાવેલ કે પાવર સીધો થાંભલેથી લઇ કારખાનું ચલાવવામાં આવતું હતું અને પાવર ચોરી હતી, તેમજ તપાસનીશ અધિકારીએ પણ આ બાબતને સમર્થન આપેલ હતું પરંતુ આ તમામની ઉલટ તપાસમાં વકિલશ્રી સંજય જોષી દ્વારા તમામ બાબતોનું ખંડન કરી અને આ કામે આરોપી વિરૃધ્ધ કોઇ કેસ બનતો ન હોય આરોપી નિર્દોષ હોય તે બાબત રેકર્ડ ઉપર લાવી તેમને છોડી મુકવા દલીલો કરેલ અને જ ેને માન્ય રાખી કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી તરફે વકીલ શ્રી સંજય જે. જોષી (સંજુબાબા), ત્રિશાલા જોષી, રૃષી જોષી, સત્યમ મહેતા રોકાયેલ છે.

(3:03 pm IST)