રાજકોટ
News of Saturday, 8th January 2022

વડાપ્રધાનની સુરક્ષામાં બેદરકારી લોકશાહી માટે કલંક સમાનઃ જીલ્લા બાર એસો.

રાજકોટ, તા. ૮ :. ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ગુરૂ તેગબહાદુરસિંઘ અને ગુરૂ ગોવિંદસિંઘની પાવન ધરતી પંજાબના ફિરોજપુરમાં યોજાનારી રેલી અને હુશૈનીવાલામાં શહિદ સ્‍મારકના પ્રવાસ દરમ્‍યાન રોડ બ્‍લોક કરી વડાપ્રધાનના જીવ પર જોખમ ઉત્‍પન્‍ન કરવાના કૃત્‍યને રાજકોટ ડિસ્‍ટ્રીકટ બાર એસોસીએશનના પ્રમુખ નરેન્‍દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ જયેશ બોઘરા તથા નયન વ્‍યાસ, સેક્રેટરી દિલીપ જોષી તથા અમિતાબેન સિપ્‍પી, જોઈન્‍ટ સેક્રેટરી જતિન ઠક્કર તથા અશ્વિન મહાલિયા, ટ્રેઝરર એ.ટી. જાડેજા તથા દિવ્‍યેશ છગ, લાઈબ્રેરી સેક્રેટરી નિવિદભાઈ પારેખ અને જીતેન્‍દ્રસિંહ પરમાર તેમજ કારોબારી સદસ્‍યો હર્ષદ બારૈયા, વિરેન રાણિંગા, વિમલ ડાંગર, બિનલબેન મહેતા, પ્રતિક વ્‍યાસ, શૈલેષ સુચક, લક્ષ્મીબેન જાદવ, મૌલિક જોષી, બિનલબેન મહેતા, દિપક લાડવા, પ્રગતિ માકડિયાએ સખત શબ્‍દોમાં વખોડી કાઢી સી.ડી.એસ. સ્‍વ. બિપિનસિંહ રાવત, તેમના પત્‍નિ અને તેમની સાથેના ટોચના અધિકારીઓના અચાનક થયેલ મૃત્‍યુની ઘટના બાદ ફરી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સુરક્ષામાં થયેલ બેદરકારી મામલે ગૃહ મંત્રાલય દ્વારા ઉચ્‍ચસ્‍તરીય સચોટ તપાસ કરવા અનુરોધ કર્યો છે. ભારત દેશના વડાપ્રધાનની સુરક્ષામાં બેદરકારી દાખવનાર જવાબદારે ફોન પર વાત કરવાનો કે ઉત્‍પન્‍ન થયેલ સમસ્‍યાનો ઉકેલ લાવવા માટેનો કરેલ ઈન્‍કાર એ લોકશાહી માટે કલંક સમાન હોય જો પંજાબ સરકાર ભારત દેશના વડાપ્રધાનને સલામત સુરક્ષા આપી શકતી ન હોય તો પંજાબમાં ક્‍યા પ્રકારનું શાસન છે ? તેવો જનતા દ્વારા ઉઠાવી રહેલો છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ પંજાબના ૮૩ હજાર કરોડના કામોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા હતા ત્‍યારે નિર્દોષ ખેડૂતોને ઢાલ બનાવી તેમની વચ્‍ચે રહેલા દેશની આંતરિક સુરક્ષામાં વિઘ્‍નો ઉભા કરનારા તત્‍વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

 

(3:39 pm IST)