વોર્ડ નં. ૭ થી ૯ ની ચકાસણી દરમિયાન ચેમ્બરના ડાયરેકટર શીવલાલ પટેલ અને કશ્યપ શુકલ વચ્ચે ભારે તડાફડી
શીવલાલ પટેલે એમનો મોદી વડાપ્રધાન છે તેની શું સાબીતી એવું કહેતા કશ્યપ શુકલ ઉકળી ઉઠયા : આપના ઉમેદવાર શીવલાલ પટેલે પ્રશ્ન ઉઠાવ્યો કે બે સહી-ખોટી સહીની ભાજપને ખબર કેમ પડી?!
રાજકોટ, તા.,૮: આજે વોર્ડ નં. ૭ થી ૯ ની ચકાસણી દરમ્યાન ભાજપના પ્રતિનિધિ શ્રી કશ્યપ શુકલ અને આપના વોર્ડ નં. ૯ ના ઉમેદવાર શીવલાલભાઇ પટેલ વચ્ચે મેન્ડેટમાં બે સહી-ખોટી સહી બાબતે અને વડાપ્રધાન વિશેના વાકય-શબ્દો અંગે ભારે તડાફડી સજાૃઇ હતી. આર.ઓ. એ આ બાબતે દરમિયાનગીરી કરવી પડી હતી.
બાબત એવી બની કે ભાજપ દ્વારા કોંગ્રેસના મેન્ડેટમાં બે સહી અંગે વાંધા ઉઠાવાયા ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડાયરેકટર અને આપના વોર્ડ નં. ૯ ના ઉમેદવાર શ્રી શીવલાલ પટેલે એવો પ્રશ્ન ઉઠાવ્યો કે મેન્ડેટમાં બે સહી છે, કે ખોટી સહી છે, તેની ભાજપને ખબર કેમ પડી, એટલું જ નહી કોંગ્રેસે હજુ ફોર્મ ભર્યાને ભાજપને ૩ મીનીટમાં ખબર પડી ગઇ તે પણ આヘર્યની વાત છે. તથા એમ તો હું પણ કહું કે મોદી દેશના વડાપ્રધાન છે તેની સાબીતી શું, આવો સવાલ ઉઠાવતા જ ભાજપના કશ્યપ શુકલ ઉકળી ઉઠયા હતા અને જણાવી દીધું હતું કે અહી ફોર્મ ચકાસણીમાં વડાપ્રધાન મોદીનું નામ લેવાની જરૂરત નથી. અમારો કોંગ્રેસ સામે વાંધો છે આપના ઉમેદવાર વચ્ચે નો આવે.