રાજકોટ
News of Monday, 8th August 2022

ભાદર-ર ડેમ છલોછલઃ ૧ દરવાજો ૧ાા ફુટ ખોલાયોઃ ર૦ ગામોને સાવચેતી

રાજકોટ તા. ૬: નાયબ કાર્યપાલક ઇજનેશ્રી, ગુણવતા નિયમન પેટા વિભાગ રાજકોટ સિંચાઇ વર્તુળના જણાવ્‍યા મુજબ તાલુકાના ભાદર-ર સિંચાઇ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સપાટીમાં નીચે મુજબનો વધારો થયેલ છે. ડેમ નિર્ધારીત સપાટીએ ભરાઇ જતા ડેમનો ૧ દરવાજો ૧ાા ફુટ ખોલાયો છેપરીણામે-ધોરાજી તાલુકાના ભોળા-ભોલગામડા, છાડવાવદર, સુપેડી તો ઉપલેટાના ડૂમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, મંદોડ, હાડફોડી, ઇસરા, કુંઢેચ, લાઠ, મેણી, મજેઠી, નિલાખા, તલગાણા, ઉપલેટાના લોકોને સાવચેત કરાયા છે.

(3:40 pm IST)