News of Monday, 8th August 2022
કબડ્ડી અને ખો-ખોના પ્રોત્સાહનને અદાણી સ્પોર્ટ્સલાઇનનો સહયોગ. રાજકોટના વિદ્યાર્થીઓ બે દિવસ માટે કબડ્ડી ખો-ખો રમશે, અદાણી સ્પોર્ટ્સલાઈન, અદાણી ગ્રુપની સ્પોર્ટ્સ શાખા છે, એમણે ગુજરાતમાં લિટલ જાયન્ટ્સ ઈન્ટર સ્કૂલ કબડ્ડી અને ખો-ખો ચેમ્પિયનશિપનું આયોજન રેડિયો મિર્ચી સાથે મળીને સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં કર્યું છે. આજે રાજકોટ ખાતે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં રાજકોટ શહેરની વિવિધ શાળાઓમાથી કબડ્ડીની 32 ટીમ અને ખો ખોની 16 ટીમએ ભાગ લીધો હતો.
(5:54 pm IST)