રાજકોટ
News of Monday, 8th August 2022

લેન્‍ડ ગ્રેબીંગના ગુનામાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી મંજૂર

રાજકોટ,તા. ૮ : રાજકોટ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં લેન્‍ડ ગ્રેબીંગ એક્‍ટની વિવિધ કલમો મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ આરોપની ધરપકડ થતા આરોપીએ રાજકોટની સ્‍પેશ્‍યલ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આ કેસની ટુંકમા હકીકત એવી છે કે આ કામના ફરીયાદી એ મંગળા રોડ મનહરપ્‍લોટ શેરી નંબર દસ ના છેડે આવેલી તેમની માલીકીની દુકાન બાલકૃષ્‍ણ ભાઈ દવેને ૧૯૯૪ મા ભાડા પેટે માસીક રૂ.૧૫૦ થીભાડે આપેલ હતી. બાલકૃષ્‍ણભાઈ દવેનું સન ૨૦૧૩ મા અવસાન થતાં આ કામના આરોપી અશ્વિનભાઈ બાલકૃષ્‍ણભાઈ દવે તથા મનીષભાઈ ઉર્ફ લાલાભાઈ બાલકૃષ્‍ણ દવે બન્ને દ્વારા ફરિયાદીને છેલ્લા દસ વષેથી દુકાનનું ભાડું નહે આપી આશાપુરા પાન નામની દુકાન ચલાવી ફરિયાદીની દુકાન પચાવી પાડેલ હતી અને ફરીયાદી દ્વારા આ બંને આરોપીઓને જણાવેલ કે આ દુકાન તેમના પીતાને ભાડે આપેલ હોય તેમનુ અવસાન થતા ભાડા કરાર પણ રદ થયેલ ગણાય જેથી અમોને દુકાન પરત સોપી આપો પરંતુ તે મુજબ આરોપી દ્વારા પાલન ન થતા ફરિયાદી દ્વારા જીલ્લા કલેક્‍ટરશ્રીને ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ મુજબ અરજી કરેલ હતી જે અરજીની તપાસ પૂણે થયા બાદ કલેકટરશ્રી રાજકોટ જિલ્લાના હુકમ મુજબ ફરીયાદ નોંધવા હુકમ થયેલ હતો જેથી રાજકોટ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ હતી. જે સબબ આ બંને આરોપીઓની અટક કરવામા આવેલ હતી અને રાજકોટ સ્‍પેશ્‍યલ કોટ સમક્ષ રજુ કરતા બંને આરોપીને રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામા આવેલ હતા.

આમ, આરોપીની અટક થયા બાદ બંને ભાઈઓ દ્વારા પોતાના એડવોકેટશ્રી મારફત જામીન મુક્‍ત્ત થવા માટે રાજકોટ સ્‍પેશ્‍યલ કોટ સમક્ષ જામીન મુક્‍ત્ત થવા માટે જામીન અરજી કરેલ હતી. જે અન્‍વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે  હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્‍યાનમા રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્‍તત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે બંને આરોપીઓ વતી એડવોકેટશ્રી રણજીત એમ. પટગીર રોકાયા હતા.

(10:21 am IST)