રાજકોટ
News of Monday, 8th August 2022

પંચાવન વર્ષના મહિલાને ઘેની ચા પીવડાવી અર્ધબેભાન કરી બળાત્‍કારઃ વિડીયો ઉતારી લઇ ૨૫ હજાર માંગ્‍યા!

કાલાવડ રોડ આંબેડકરનગરમાં મકાન ભાડે રાખનારી મુળ ભાયાવદરની રમા સોલંકીએ મકાન માલકણને ફસાવ્‍યાઃ રમાના કહેવાતા ભાઇ મનોજ બોરીચાએ બે વખત બળજબરી આચરીઃ બંનેએ મળી રૂા. ૩૮ હજાર પણ પડાવી લીધા : રાજકોટમાં દૂષ્‍કર્મની ચોંકાવનારી ઘટનાઃ તાલુકા પોલીસે ભાઇ-બહેન વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૮: શહેરના પંચાવન વર્ષના એક મહિલા પર તેના મકાનમાં ભાડેથી રહેતી મહિલાએ પોતાની ઘરે બેસવા બોલાવ્‍યા બાદ ઘેની ચા પીવડાવતાં આચરી વિડીયો ઉતારી લીધો હતો અને બદનામ કરવાની ધમકી આપી હતી.
મેં આજ સુધી સહન કર્યુ હતું અને બદનામીની બીકે કોઇને જાણ કરી નહોતી. હવે પતિને જાણ કરતાં તેણે હિમ્‍મત આપતાં પોલીસ ફરિયાદ કરી હતી. તાલુકા પોલીસ મથકના પીઆઇ એમ. આર. ગોંડલીયા અને પ્રવિણભાઇએ ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

 

(11:47 am IST)