રાજકોટ
News of Monday, 8th August 2022

શાપરમાં શારદાબેન ગોસ્‍વામીએ આર્થિક ભીંસને લીધે ઝેર પીધું

રાજકોટ તા. ૮: કાંગશીયાળી રોડ પર સોરાષ્‍ટ્ર હોટલ પાછળ શાપરમાં રહેતાં શારદાબેન ઉમેશગીરી ગોસ્‍વામી (ઉ.૩૮)એ રાતે કઠોળમાં રાખવાની ઝેરી ટીકડીઓ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ શાપર પોલીસને જાણ કરી હતી.શારદાબેનના લગ્ન સતર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં બે પુત્રી છે. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. આર્થિક ભીંસને કારણે શારદાબેને આ પગલુ ભર્યાનું પતિએ જણાવ્‍યું હતું. શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

 

(12:09 pm IST)