News of Monday, 8th August 2022
આર્થિક મુંજવણને કારણે શાપરમાં ભુવાએ ફિનાઇલ પીધું
યુવાન મહેશ ચોૈહાણ રાજકોટ સારવાર હેઠળ
રાજકોટ તા. ૮: શાપર વેરાવળ શાંતિધામમાં રહેતાં મહેશભાઇ વાઘજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૦) નામના યુવાને સાંજે ઘર બહાર કોઇપણ સ્થળે ફિનાઇલ પી લીધા બાદ ઘરે પહોંચતા અને ઉલ્ટીઓ કરવા માંડતાં પત્નિએ ૧૦૮ બોલાવી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ શાપર પોલીસને જાણ કરી હતી.
મહેશભાઇ છુટક મજૂરી કરે છે અને સંતાનમાં એક પુત્ર તથા બે પુત્રી છે. પત્નિના કહેવા મુજબ મહેશભાઇ માતાજીના ભુવા પણ છે. હાલમાં મજૂરી કામમાં તકલીફ હોઇ આર્થિક સંકડામણ હોવાથી મુંજવણમાં હોવાને કારણે આ પગલુ ભર્યાની શકયતા છે. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(1:18 pm IST)