રાજકોટ
News of Monday, 8th August 2022

ચેક પાછો ફરવાની ફરિયાદમાં એકવાન્ઝા બાયોટેકના પ્રોપરાઇટર સામે કોર્ટનું સમન્સ

રાજકોટ તા. ૮: રૃપીયા ૪,૧૮,૪૧ર નો ચેક રીટર્ન થતા એકવાન્ઝા બાયોટેકના પ્રોપાઇટર સ્પેશ્યલ નેગોશીયેબલ અદાલતે ઇસ્યુ કરેલ છે.

આ કેસની ટુકમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદી સેન્ચ્યુરી એકાવકલ્ચર પ્રોડકટસ પ્રા.લી. કંપની, ઠે. સર્વે નં. ૩ટર, પ્લોટ નં. ૧, મવડી પ્લોટ, ૮, મણીનગર, રાજકોટ ખાતે જીંગા ઉછેરના જુદા જુદા પ્રકારના મશીનો બનાવવાનો તથા તેના વેચાણ કરવાનો ધંધો કરે છે, આરોપી એકવાન્ઝા બાયોટેકના પ્રોપરાઇટર દરજજે અરબાજહુસેન અલ્તાફ કલકતાવાલા (રહે. બી-પ, મહાદેવ પાર્ક, કરણ રોડ, ઓલપાડ, સુરત.) એ ફરીયાદી પાસેથી જીંગા ઉછેતરના મશીનો ખરીદ કરવા માટે ટેલીફોનીક ઓર્ડર આપેલ અને આ કામના ફરીયાદીએ ઓર્ડર મુજબનો માલ આરોપીને મોકલી આપેલ અને બીલ મુજબની રકમમાં બાકી રહેતી રકમ રૃા. ૪,૧૮,૪૧ર/-ની ખરીદી આરોપીએ કરેલ.

આ રકમ પરત ચુકવણી માટે આરોપી એકવાન્ઝા બાયોટેકના પ્રોપરાઇટર દરજજે શ્રી અરબાજહુસેન અલ્તાફ કલકતાવાલાએ રકમ રૃા. ૪,૧૮,૪૧ર/- નો સેન્ચ્યુરી એકવાકલ્ચર પ્રોડકટસ પ્રા. લી. કંપનીના નામનો ચેક આપેલ, જે ચેક રીર્ટન થતા કંપનીના ડીરેકટર દરજજે ફરીયાદીએ વકીલશ્રી મારફત આરોપીને નોટીસ આપેલ અને આરોપી દ્વારા નોટીસનો કોઇજ યોગ્ય જવાબ કે ચેક મુજબની રકમ ચુકવવા દરકાર કરેલ નહીં જેથી ફરીયાદીએ વકિલ મારફત રાજકોટની નામ. અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ, જેમાં એકવાન્ઝા બાયોટેકના પ્રોપરાઇટર દરજજે શ્રી અરબાજહુસેન અલ્તાફ કલકતાવાલા ઉપર અદાલત દ્વારા સમન્સ ઇસ્યુ કરવામાં આવેલ છે.

આ કામે ફરીયાદી વતી વકીલ તરીકે રાજકોટના રમેશ યુ. પટેલ, શ્રી મુકતા આર. પટેલ, શ્રી કેવિન એમ. ભંડેરી, શ્રી એલ. બી. સાવલીયા તથા શ્રી હર્ષા વી. ભંડેરી એડવોકેટ રોકાયેલ હતા.

(4:18 pm IST)