રાજકોટ
News of Monday, 8th August 2022

‘આપ' તરફ સ્‍વયંભૂ લોકપ્રવાહઃ બારસિયા-સાગઠિયા

આમ આદમી પાર્ટીના ઉમેદવારો ‘અકિલા'ની મુલાકાતેઃ વચનોનું નિષ્‍ઠાથી પાલન થશે : લોકપ્રશ્નોના નિકાલ માટે ધારાસભ્યો પોતાના વિસ્તારમાં અનોખુ તંત્ર વિકસાવશેઃ ઇન્દ્રનીલભાઇ : બંને ઉમેદવારોના પરિચયની ઝલક

‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ‘આપ' ના ઉમેદવારો શિવલાલ બારસિયા, વશરામ સાગઠિયા તથા અગ્રણીઓ ઇન્‍દ્રનીલ રાજયગુરૂ, અજિત લોખીલ, રાજભા ઝાલા, ચેતન કામાણી, જનક ડાંગર, દિલીપસિંહ વાઘેલા વગેરે નજરે પડે છે.

રાજકોટ તા. ૮ :.. ભાજપ-કોંગ્રેસની સેટિંગ રાજનીતિથી ત્રાહીમામ બનેલા નાગરિકો સ્‍વયંભૂ આમ આદમી પાર્ટી તરફ વળ્‍યા છે. ગુજરાતમાં નવી રાજનીતિનો પ્રારંભ થઇ રહ્યો છે. દિલ્‍હી-પંજાબના શાસન પ્રયોગથી ‘આપ' પ્રત્‍યે ગુજરાતીઓની આશા અને વિશ્વાસ વધ્‍યા છે.

આ શબ્‍દો ‘આપ'ના નેતાઓના છે. ધારાસભાની ચૂંટણીના ઉમેદવારો શિવલાલ બારસિયા અને વશરામ સાગઠીયા તથા અન્‍ય અગ્રણીઓ આજે ‘અકિલા' ની મુલાકાતે આવ્‍યા હતાં. બંને ઉમેદવારોએ જણાવ્‍યું હતું કે, ‘આપ' દ્વારા લોકોને સકારાત્‍મક  રાજનીતિનો અનુભવ થશે. સામાન્‍ય લોકોનું જીવન સરળ સુખી અને સ્‍વસ્‍થ રહે તે એજન્‍ડા સાથે ‘આપ' ગુજરાતમાં મજબૂત બને છે.

‘આપ' નેતા ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂએ કહયું હતું કે, લોકપ્રશ્નોના ઉકેલ માટે ‘આપ' ના ધારાસભ્‍યો દ્વારા વિશેષ પ્રકારનું નેટવર્ક ગોઠવવા આયોજન થયું છે.

શિવલાલ બારસીયાનો પરીચય

વિધાનસભા -૭૦ (દક્ષિણ)ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસીયાનો પરીચય નીચે પ્રમાણે છે.

વિધાનસભા-૭૦ના આમ આદમી પાર્ટીના ઉમેદવારના શિવલાલ બારસીયાનો ટૂંકો પરીચય તેઓ તા. ૨/૨/૨૦૧૪ના રોજ મેમ્‍બર તરીકે આમ આદમી પાર્ટી સાથે જોડાયા ત્‍યારબાદમાં ૨૦૧૯ રાજકોટ શહેર ઉપપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્‍યો, ત્‍યારબાદ ૨૬/૭/૨૦૨૨ના રોજ રાજકોટ શહેર પ્રમુખ તરીકે પાર્ટી દ્વારા એક વર્ષ માટે નિયુકતી કરવામાં આવી. ત્‍યારબાદ તા. ૧૨/૬/૨૦૨૨ના રોજ પાર્ટી દ્વારા ટ્રેડ વિંગ અધ્‍યક્ષ, ગુજરાત પ્રદેશ તરીકે નિમણુંક કરવામાં આવી. તેઓ ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામના મુળવતની છે. તેઓનો વ્‍યવસાય ઇલેકટ્રીક કોન્‍ટ્રાકટર છે. અભ્‍યાસ એચ.એસ.સી. તેમજ ઇલેકટ્રીક સુપરવાઇઝર સુધીનો અભ્‍યાસ કરેલ છે. ૧૯૮૧માં પટેલ બ્રાસ વાળા રવજીબાપા અને એસ્‍ટ્રોન સીનેમા વાળા ગોવિંદભાઇ ખુંટ જેઓ ગુંદાસરા ખાતે બોર્ડીગ માટે ફાળો ઉઘરાવવા માટે આવેલ અને તેઓએ વધુ અભ્‍યાસ તથા નોકરી માટે રાજકોટ આવી જવા સલાહ આપેલ. ત્‍યારબાદ ૧૯૮૨થી રાજકોટ ખાતે અભ્‍યાસ, નોકરી તથા ઇલેકટ્રીકલ કામની શરૂઆત કરેલ. થોડા સમય બાદ સહયોગ ઇલેકટ્રીકલ વર્કસથી ઇલેકટ્રીકની દુકાનથી વ્‍યવસાયની શરૂઆત કરેલ. થોડા સમય બાદ સહયોગ ઇલેક્‍ટ્રીકલ વર્કસથી ઇલેકટ્રીકની દુકાનથી વ્‍યવસાયથી શરૂઆત કરેલ સાથે સાથે સામાજીક અને રાજકીય પ્રવૃતિઓમાં અંગત રસ દાખવી અને સમયાંતરે વિજિધ સંસ્‍થાઓ સાથે જોડાયેલ અને કામગીરી કરેલ જેવી કે છેલ્લા શહેર ૧૬ વર્ષથી રાજકોટ ઇલેકટ્રીક લાયસન્‍સ કોન્‍ટ્રાકટર એસોસીએશનના પ્રમુખ તરીકે હાલ સુધી ચાલુ છે. તેમજ ૨૦૧૦ થી ચેમ્‍બર ઓફ કોમર્સમાં ટ્રસ્‍ટી તરીકે ૨૦૧૦ થી ૨૦૨૦ સુધી દરેક નાની મોટી સોંપવામાં આવેલ જવાબદારીઓ બખુબી રીતે નિભાવેલ. તેમજ રાજનગર કો.ઓપ. હા. સોસાયટીમાં છેલ્લા ૧૨ વર્ષથી મંત્રી  તેમજ ઉપપ્રમુખની જવાબદારી સંભાળેલ અને ગુજરાત વિદ્યુત નિયંત્રણ આયોગમાં ૨૦૦૬ થી ૨૦૧૯ સુધી અડવાઇઝરી કમીટીના સભ્‍ય તરીકે ફરજ બજાવીને ગ્રાહકોને લગતા પ્રશ્‍નોનું સરળીકરણ કરેલ તેમજ ગુજરાત વિદ્યુત નિયંત્રણ આયોગના સપ્‍લાય કોડ એન્‍ડ રીલેટેડ મેટરના મેમ્‍બર તરીકે ૨૦૧૬થી હાલ સુધી પોતાની કામગીરી સંભાળે છે. એસ.જી. અને એમ.જી. બારદાના વાલા હાઇસ્‍કુલના વાલી મંડળના પ્રમુખ તરીકે ૨૦૦૩ થી ૨૦૦૬ સુધી ફરજ બજાવેલ. ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સમાં એર્ન્‍જી કમીટી તથા મહાજન સંકલન સમિતિના તથા એકઝીકયુટીવ મેમ્‍બર તરીકેમાં ૨૦૧૫ થી ૨૦૧૮ સુધી કામગીરી સંભાળેલ. ગુંદાસરા એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટમાં કારોબારી સભ્‍ય તરીકે છેલ્લા ૨૫ વર્ષથી સેવા આપે છે. સૌરાષ્‍ટ્ર કચ્‍છ ઇલેકટ્રીક મરચંટ એસોસીએશટમાં ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી કામગીરી સંભાળેલ છે. વિવિધ સામાજીક અને ધાર્મિક સંગઠનો/ સંસ્‍થાનો સાથે પણ પ્રત્‍યક્ષ અથવા પરોક્ષ રીતે સંકળાયેલ છે. તેઓનો મુખ્‍ય ઉદેશ શિક્ષણ, આરોગ્‍ય, લોકોની સુખાકારી માટે તેમજ વેપાર ઉદ્યોગને નડતા પ્રશ્‍નોના નિરાકરણ માટે સતત જહેમત ઉઠાવી અને સરકારમાં હર હંમેશ રજુઆતો કરીને નિરાકરણ લાવવા માટે હર હંમેશ તત્‍પરતા દાખવે છે.

 વશરામભાઇ સાગઠીયાનો પરિચય

પ્રમુખ બોટાદ તાલુકા યુથ કોંગ્રેસ, રાજકોટ શહેર કોંગ્રેસના સક્રિય કાર્યકર, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી, રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી, રાજકોટ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ અનુ.જાતિ ડીપાર્ટમેન્‍ટ ચેરમેન, વર્ષ ઓકટોબર, ૨૦૦૯થી ડાયરેકટર હેન્‍ડલુમ બોર્ડ, ભારત સરકાર, વર્ષ સુધી કોંગ્રેસના જાગૃત કોર્પોરેટર રાજકોટ વિરોધપક્ષના નેતા વર્ષ ૧/૧/૨૦૧૬થી હાલ વોર્ડ -૧૫ના કોર્પોરેટર છે. કોર્પોરેટર વોર્ડ નં. ૧૫ (ચાલુ) છે.

સામાજિક સંગઠનોમાં ડો.બાબાસાહેબ આંબેડકર ટ્રસ્‍ટના પૂર્વ પ્રમુખ, શ્રી અલમીન માનવ સેવા ચેરીટેબલ એન્‍ડ એજ્‍યુકેશન ટ્રસ્‍ટના સ્‍થાપક, મુકનાયક સમતા સંગઠનના ટ્રસ્‍ટી-અમદાવાદ, દલિત જન કલ્‍યાણ સંઘ-ટ્રસ્‍ટી, ગુજરાત હરીજન વિકાસ પરિષદ -સંગઠન મંત્રી, અમદાવાદમાં સેવા આપે છે.

સામાજિક કામગીરીઓમાં દલીત (મેઘવાળ) સમાજના ૯ સમૂહ લગ્નોત્‍સવ કર્યા અનુક્રમે ૨૧ દીકરીઓ, ૫૧ દીકરીઓ, ૩૧ દીકરીઓ, ૩૨ દીકરીઓ, ૨૧ દીકરીઓના ગરીબ દીકરીઓના વિનામૂલ્‍યે લગ્ન કરાવ્‍યા. જેમાં રાજકીય સામાજિક, તેમજ ધર્મગુરૂઓ અને કથાકારો હસ્‍તે કન્‍યાદાન કરાયા. રાજકોટમાં વ્‍યસન મુકિતનો કાર્યક્રમ ઠક્કરબાપા છાત્રાલય ખાતે યોજેલ. રાજકોટમાં વિનામૂલ્‍યે ૩૬૭ વૃધ્‍ધોને ઘેર બેઠા ૧૧ માસ ટીફીન સેવા પહોંચાડી. રાજકોટમાં ટોકન દરે એમ્‍બ્‍યુલન્‍સ સેવા આજે પણ ચાલુ છે. દલિત (મેઘવાળ) સમાજના વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે રાજકોટના તમામ વિસ્‍તારોમાં વિનામૂલ્‍યે સતત ૩ વર્ષ સુધી ફુલસ્‍કેપ ચોપડા વિતરણ કર્યા. દલિત (મેઘવાળ) સમાજના વિદ્યાર્થીઓને ૫ વર્ષ સુધી બોર્ડની પરિક્ષામાં પ્રથમ ૧ થી ૩ ક્રમમાં આવેલ વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ અને ઇનામ વિતરણના કાર્યક્રમ કરેલ. દલિત (મેઘવાળ) સમાજ દ્વારા ૩ વાર સમૂહલગ્નમાં બ્‍લડ ડોનેશન કેમ્‍પ કરાયા. સમગ્ર દલિત (મેઘવાળ) સમાજના સમગ્ર સૌરાષ્‍ટ્ર વ્‍યાપી દલિત સંમેલનો કોંગ્રેસ પ્રેરિત કર્યા. રાજકોટમાં દલિત (મેઘવાળ) સમાજના કોંગ્રેસ પ્રેરિત અનેક કાર્યક્રમો અને સંમેલનો કર્યા. થાન પ્રકરણમાં દલિત સમાજના યુવાનોના પોસ્‍ટમોર્ટમથી અંતિમ ક્રિયા સુધી અને પિતૃ તર્પણ સુધીના સમાજના સેવાકીય કાર્ય કરેલ. ઉના પ્રકરણમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર હોસ્‍પિટલમાં સારવાર, સ્‍થળ તપાસ, કલેકટરને રજુઆત અને રાષ્‍ટ્રપતિ સુધીની રજુઆતોમાં સાથે રહ્યા હતા.

(3:57 pm IST)