રાજકોટ
News of Monday, 8th August 2022

ગોવિંદભાઇ પટેલના જન્મ દિવસે ૧૨૦૦ બાળાઓને સુકન્યા સમૃધ્ધિ યોજનાનો લાભ

રાજકોટ : વિધાનસભા-૭૦ ના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ દ્વારા તેમના જન્મ દિવસ નિમિતે પ્રધાનમંત્રી સુકન્યા યોજનાનો વધુમાં વધુ લાભ દિકરીઓને મળે તેવા સંકલ્પના ભાગરૃપે હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવેલ સમારોહ દરમિયાન ૮૩ આંગણવાડીની ૧૨૦૦ થી વધુ દીકરીઓને પોસ્ટ ઓફીસમાં ખાત ખોલાવી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. તમામ આંગણવાડીના બહેનોને પુસ્તક આપી ગોવિંદભાઇએ આવકાર્યા હતા. આ તકે સુપોષણ અભિયાન અંતર્ગત ૨૫ કુપોષીત બાળકોને દતક લેવામાં આવેલ. રાજયના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, વિધાનસભા ૭૦ ના પ્રભારી વસુબેન ત્રિવેદી, કશ્યપભાઇ શુકલ, રક્ષાબેન બોળીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ભાજપ અગ્રણી જીતુભાઇ મહેતા, દિવ્યરાજસિંહ ગોહીલ, રાજુભાઇ બોરીચા, વિનુભાઇ ધવા, સુરેન્દ્રસિંહ વાળા, જયોત્સનાબેન હળવદીયા, અનીલભાઇ પારેખ, મહેશ રાઠોડ, પ્રતાપભાઇ વોરા, હસુભાઇ ચોવટીયા, જીજ્ઞેશ જોષી તેમજ વિધાનસભા ૭૦ માં સમાવિષ્ટ વોર્ડ નં. ૭,૮,૧૩,૧૪,૧૭,૧૮ માં આવતા શહેરના હોદેદારો અને કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી, વોર્ડ પ્રભારી સહીતના ઉપસ્થિત રહેલ. ગોવિંદભાઇ પટેલને ગુલાબનો જમ્બો હાર પહેરાવીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. પ્રારંભે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સ્ટેજ પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેજશ શીશાંગીયાએ અને અંતમાં આભારવિધિ નરેન્દ્રસિંહ ઠાકુરે કરી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારીએ સંભાળી હતી.

(4:02 pm IST)