રાજકોટ
News of Monday, 8th August 2022

જિલ્લા પંચાયત ખાતે આરોગ્‍ય કર્મચારીઓના દેખાવો

રાજકોટઃ રાજય સરકારના પંચાયત વિભાગ સાથે સંકળાયેલા આરોગ્‍ય કર્મચારીઓને આજથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. રાજકોટ પંચાયત ખાતે આરોગ્‍ય કર્મચારી મંડળ પ્રમુખ-અશોક જોષી, મહામંત્રી કલ્‍પેશ ડોડીયા તથા જીલ્લા પંચાયત સંઘ પ્રમુખ નરીનભાઇ ડઢાણીયા તથા અન્‍ય હોદેદારો તથા કર્મચારીઓ હાજર રહી પ્રશ્નો  ન ઉકેલાય ત્‍યાં સુધી લડત ચાલુ રાખવાની લાગણી સાથે સુત્રોચ્‍ચાર કર્યા હતા.

(4:34 pm IST)