રાજકોટ
News of Tuesday, 8th September 2020

રાજનીતિ કી પાઠશાલા દ્વારા મ.ન.પા.ની મુખ્ય કચેરી ખાતે વિનામુલ્યે ઉકાળાનું વિતરણ : ૮૦૦ લોકોએ લાભ લીધો

રાજકોટઃ રાજનીતિ કી પાઠશાલાના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ મહેશભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજકોટ શહેરમાં વિનામુલ્યે ઉકાળા વિતરણ કાર્યક્રમ શરુ કરવામાં આવેલ છે આ તકે આજરોજ મંગળવારે રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, ઢેબર ભાઈ રોડ ખાતે રાજનીતિ કી પાઠશાલા દ્વારા વિનામુલ્યે ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર , અશ્વિનભાઈ મોલીયા, વિરોધપક્ષના નેતા  વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર  જયાબેન ટાંક, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ લીંબળ, અધિકારીઓ સેક્રેટરી  એચ.પી.રૂપારેલીયા, ડી.વાય.એસ.પી.  આર.બી.ઝાલા, આરોગ્ય અધિકારી  પી.પી.રાઠોડ, નાયબ સેક્રેટરી એચ.જે.વ્યાસ, સી.એન.રાણપરા, પત્રકાર મિત્રો, કર્મચારીઓ અને અરજદારોએ આયુર્વેદિક ઉકાળાનું સેવન કર્યું હતું અને અંદાજે ૮૦૦ લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો.  રાજકોટની જનતાના આરોગ્યના હિતમાં વિનામુલ્યે ઉકાળા વિતરણ રથ છેલ્લા ચાર દિવસથી કાયર્િાન્વત કર્યો છે અને રાજનીતિ કી પાઠશાલાના રાજકોટ શહેર પ્રમુખ   મૌલેશભાઈ મકવાણા, ઓલ ઇન્ડિયા મહામંત્રી ભાવનાબેન પારેખ, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ ભાર્ગવ પઢિયાર અને રાજકોટ શહેરની ટીમ દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવેલ છે ત્યારે વિનામુલ્યે ઉકાળા વિતરણમાં પાર્થ બગડા (પ્રિન્સ), શુભમ જીત્યા, મેહુલ જીત્યા, કૈલાશ સરીખડા, કમલેશ સોલંકી, ભરત પાડલીયા, અક્ષય મકવાણા અમિતભાઈ પરમાર, રાહુલ દાફડા, મોહિત સોલંકી, જય મકવાણા, સહિત ટીમ દ્વારા  વિનામુલ્યે ઉકાળા વિતરણ કાર્ય  શહેરના દરેક વોર્ડમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવશે તેવું સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા વિરલ ભટ્ટે જણાવ્યું છે.

(3:32 pm IST)