રાજકોટ
News of Tuesday, 8th September 2020

રેલ્વે સ્ટેશન સામે ફુટપાથ પર બેભાન થઇ જતા અજાણ્યા યુવાનનું મોત

રાજકોટ તા. ૮ :. શહેરના રેલ્વે સ્ટેશન સામે અમૃત હોટલ પાસે ફુટપાથ પર એક અજાણ્યા યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ રેલ્વે સ્ટેશન સામે અમૃત હોટલ પાસે ફુટપાથ પર એક આશરે ૪૦ વર્ષનો અજાણ્યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી ભાવનાબેન ડોડીયાએ તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્સ. વિમલેશભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. યુવાનના જમણા હાથની કલાઇ પર અંગ્રેજીમાં 'ડી' શ્રધ્ધા અને ડાબા હાથના અંગુઠા પાસે અંગ્રેજીમાં 'એએનયુ' ત્રોફાવેલ છે. તેણે સફેદ શર્ટ અને બ્લ્યુ કલરનું જીન્સ પહેરેલ છે. જો કોઇ આ યુવાનના વાલી વારસ હોઇ તો પ્ર.નગર પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧ ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:32 pm IST)