રાજકોટ
News of Tuesday, 8th September 2020

વોર્ડ નં.૧પ સીસી કામનો પ્રારંભઃ કોંગી કોર્પોરેટરના પ્રયત્ન સફળ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧પ વિજયનગરની શેરીઓમાં સીસી રોડના કામનો શુભારંભ કરાવેલ છે તેમજ વોર્ડના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા-વિરોધપક્ષના નેતા, મકબુલભાઇ દાઉદાણી, માસુબેન હેરભા, ભાનુબેન સોરાણી દ્વારા વોર્ડના કોર્પોરેટરો દ્વારા વિસ્તારના લોકોના કામો કરવા હરહંમેશ તત્પર રહેતા હોય છે. ત્યારે વિસ્તારના વર્ષો જુનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વોર્ડ પ્રમુખ વાસુભાઇ ભમ્ભાની, આગેવાનો વશરામભાઇ ચાંડપા, હિરાલાલ પરમાર, નરેશભાઇ પરમાર, લલિત પરમાર, જે.ડી.ચાવડા, નાથાભાઇ પરમાર, અરવિંદભાઇ મુછડીયા, પ્રવીણભાઇ મુછડીયા, દેવેન્દ્રભાઇ, ડો. ગૌતમભાઇ ચાવડા, પરેશભાઇ સોલંકી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)