રાજકોટ
News of Friday, 8th October 2021

કબા ગાંધી ડેલાની મુલાકાતે પંજાબના નાણામંત્રી : પૂ. બાપુની તસ્વીરને પુષ્પાંજલી

રાજકોટ : પંજાબની કોંગ્રેસ સરકારના વર્તમાન નાણામંત્રી અને ૯ બજેટ આપવાનો રેકોર્ડ ધરાવતા મનપ્રિતસિંહ બાદલ આજે રાજકોટના મોંઘેરા મહેમાન બન્યા છે. તેઓએ આજે શહેરમાં ગરેડીયા કુવા રોડ પર આવેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના રહેણાંક મકાન કબા ગાંધીના ડેલાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન મનપ્રિતસિંહે ગાંધીના ડેલામાં બાપુની તસ્વીરને ફુલહાર કરી શ્રધ્ધાંજલી પાઠવી હતી. તે વખતની તસ્વીરમાં શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપુત વિગેરે દ્રશ્યમાન થાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા) 

(3:42 pm IST)