રાજકોટ
News of Wednesday, 8th December 2021

સગપણ ન થતાં હુશેન ભારમલે રાંદરડા તળાવે જઇ ઝેર પી ભાઇને ફોન કર્યો

દૂધ સાગર રોડ હાઉસીંગમાં રહેતો વ્હોરા યુવાન ગંભીર હાલતમાં સારવારમાં

રાજકોટ તા. ૮: દૂધ સાગર રોડ એચજે સ્ટીલ સામે ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં હુશેન અહેમદઅલી ભારમલ (વ્હોરા) (ઉ.વ.૩૪) નામના યુવાને પ્રદ્યુમન પાર્ક પાછળ રાંદરડા તળાવ પાસે ચબુતરા પાસે જઇ ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. હુશેન પ્રાઇવેટ નોકરી કરે છે અને બે ભાઇ તથા એક બહેનમાં નાનો છે. તેના સગાના કહેવા મુજબ હુશેનનું સગપણ થતું ન હોઇ તે ડિપ્રેશનમાં રહેતો હોવાથી ગઇકાલે ઘરેથી નીકળી જઇ રાંદરડા તળાવે જઇ ઝેર પી લીધા બાદ મોટા ભાઇને ફોન કરતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

(11:54 am IST)