રાજકોટ
News of Thursday, 8th December 2022

કાલાવડના આર.કે.જવેલર્સના માલીકને એક વર્ષની સજા ફરમાવતી અદાલત

રાજકોટ,તા. ૮ : કાલાવડના આર.કે.જવેલર્સના માલીકને ચેક રીટર્નના કેસમાં કોર્ટે એક વર્ષની સજા ફરમાવી હતી.

આ કેસની ટૂકંમા હકીકત એવી છે કે આર.કે.જવેલર્સના માલીક રાકેશ દીલીપભાઇ જીજુંવાડીયા પોતાની સોના-ચાંદીના ઘરેણાની પેઢી કાલાવડ મુકામે ચલાવે છે. અને પોતાની પેઢીમાં વેચવા માટે રાકેશભાઇએ રાજકોટના ચેઇન્‍સ વર્લ્‍ડ નામની સોના-ચાંદીના હોલસેલ વેપારી પ્રવિણભાઇ બારભયા પાસેથી રૂપિયા ૭ લાખના સોનાના દાગીના ઉધાર લીધેલ હતા. જે દાગીનાની ચુકવણી પેટે ફરીયાદી ચેઇન્‍સ વર્લ્‍ડના માલીકને ચેક આપેલ હતો.

આ તેક રીટર્ન થતા ફરીયાદીએ રાજકોટના એડવોકેટ મારફત આરોપી રાકેશને લીગલ નોટીસ મોકલાવેલ હતી. ત્‍યારબાદ ફરીયાદીએ વકીલ મારફત પક્ષના એડવોકેટ શ્રી વિવેક એન.સાતાએ રજુ રાખેલ પુરાવાઓ તથા દલીલો તેમજ ઉચ્‍ચ ન્‍યાયાલયના રજુ રાખેલ જજમેન્‍ટસને ધ્‍યાને લઇને ચીફ કોર્ટ રાજકોટએ આરોપી રાકેશને દોષી ઠરાવી એક વર્ષની જેલની સજાનો હુકમ કરેલ છે. તેમજ ફરીયાદીને દિવસ-૨૫માં ચેક મુજબની રકમ ફરીયાદીને ચુકવી આપવાનો હુકમ કરેલ છે. જો આરોપી હુકમ મુજબ રકમની ચુકવણી ન કરી શકે તો વધુ એક માસની જેલની સજા ફરમાવતો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી તરફે યુવા વકીલ શ્રી વિવેક એન.સાતા તથા નિધી સાતા રોકાયેલ હતા.

(10:42 am IST)