ઓમનગરમાં નિરવ રાવલ પર મિત્ર ભુરા અને રાણાએ છરી-પાઇપથી હીચકારો હુમલો
બપોરે મજાક-મસ્તી વખતે ગાળાગાળી થઇ હતીઃ રાતે સમાધાનની વાત કરવા બોલાવી તૂટી પડયાનું યુવાનનુંકથન
રાજકોટ તા. ૮: મવડીની ગીરનાર સોસાયટીમાં ઓમનગર ચાલીસ ફુટ રોડ પર રહેતાં અને બાલાજી હોલ પાસે ગોપાલ ટી સ્ટોલમાં નોકરી કરતાં નિરવ રવજીભાઇ રાવલ (પ્રજાપતિ) (ઉ.વ.૩૧) પર રાતે અગિયારેક વાગ્યે ઓમનગરમાં આવેલા ગેરેજ પાસે તેના જ મિત્ર ભુરો અને સાથેના રાણો કોળીએ છરી-પાઇપથી હુમલો કરતાં ડાબા હાથમાં ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ તાલુકા પોલીસને જાણ કરી હતી.
નિરવના કહેવા મુજબ પોતાને બપોરે મિત્ર ભુરા ગેરેજવાળા સાથે મજાક મસ્તીમાં ગાળાગાળી થઇ હતી. આ કારણે ભુરાને ખોટુ લાગી ગયું હતું. રાતે સમાધાનની વાત કરવાના બહાને તેના ગેરેજ પાસે મને બોલાવતાં હું ત્યાં જતાં મારા ભુરા અને સાથેના રાણાએ હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી