રાજકોટ
News of Wednesday, 9th September 2020

નાસ્તો, ભોજન, દીપમાળા વગેરેના યજમાન બની લાભ લ્યો

રાજકોટ,તા.૯: હાલમાં ભાદરવા માસમાં શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. આવા દિવસોમાં 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમમાં રહેતા માવતરોને જરૂરથી યાદ કરજો. માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ એ આપણી સંસ્કૃતિ છે. ત્યારે હાલ કોરોનાની વિસમ પરિસ્થિતી ચાલી રહી છે. એવા સંજોગોમાં 'દીકરાનું ઘર' ઢોલરા વૃધ્ધાશ્રમમાં મદદરૂપ થવા ભાવપૂર્વકની અપીલ છે.

'દીકરાનું ઘર'  દ્વારા વિવિધ યોજનાઓ ચાલી રહી છે. જેમાં આજીવન તિથિ રૂ. ૧૫,૦૦૦, એક ટંકનું ભોજન રૂ.૪૧૦૦ આખા દિવસનું ભોજન રૂ. ૬૧૦૦, સવારનો નાસ્તો રૂ. ૨૧૦૦, દિપમાળા રૂ. ૫૦૦ સંસ્થાના એક વડીલને દતક લેવાની માસિક યોજના પ્રતિ માસ રૂ. ૩૦૦૦ જેમાં સુખી સંપન્ન દાતાઓને આગળ આવવા અને સહાયરૂપ થવા અપીલ છે. આ માટે સંસ્થાના સુત્રધારો મુકેશ દોશી- ૯૮૨૫૦ ૭૭૭૨૫, અનુપમ દોશી-૯૪૨૮૨ ૩૩૭૯૬, સુનીલ વોરા- ૯૮૨૫૨ ૧૭૩૨૦ તેમજ નલીન તન્ના ૯૮૨૫૭ ૬૫૦૫૫ ઉપર સંપર્ક કરી શકાશે.

(2:41 pm IST)