રાજકોટ
News of Wednesday, 9th September 2020

રાજકોટમાં દાદા માહુરકરજીની શોકસભાઃ રેલ્વે કર્મચારીઓ દ્વારા

રાજકોટઃ હિરેન મહેતા (ડિવીઝનલ સેક્રેટરી વે.રે. મજદુર સંઘ રાજકોટ) ની  યાદી મુજબ રેલ્વેના રાષ્ટ્રીય નેતા સ્વ.શ્રી. જે.જી. માહુરકરજીનું દુઃખદ અવસાન થતા રાજકોટ ખાતે શ્રધ્ધાંજલી સભા યોજાઇ હતી. તેઓ ૫૫ વર્ષથી રેલકર્મચારીઓ માટે સેવા આપી હતી.

સ્વ. માહુકરજીની શોકસભા વે.રે.મ.સંઘ ઓફીસ રાજકોટ ખાતે યોજાયેલ. જેમાં ડી.આર.એમ શ્રી પરમેશ્વર કુંડવાલજી, એડીઆરએમ શ્રી જી.પી. સૈની, એસ.સી. એસ.ટી. એસોસીએશનના સેક્રેટરી બી.આર. સરગરા, પ્રેસીડેન્ટ કે.એલ. વાઘેલા, ઓબીસીના પ્રેસીડન્ટ રાજેશ વાઘેલા વિ. રેલ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. રાજકોટ ડિવીઝન સાથે તેઓની અનન્ય લાગણી હતી. રેલ કર્મચારીઓ અને અધિકારીઓએ આ મહાન યુગ પુરૂષ નેતા સ્વ. દાદા જે.જી. માહુરકરજીને ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ કરેલ અને યુનિયનને નવો રાહ ચીંધી શ્રમ નિતિઓ અને શ્રમીકોના હકક માટે કાર્યરત રહે અને એક બનીને સંગઠનની તાકાત વધારવી. હાપા, જામનગર, વાંકાનેર, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા ખાતે પણ દાદા માહુરકરજીની શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયેલ હોવાનું જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:19 pm IST)