રાજકોટ
News of Saturday, 9th October 2021

સાધુ વાસવાણી રોડ, આકાશવાણી ચોક અને રૈયા રોડપર રાત્રે દુકાન-હોટલ-ખુલ્લી રાખનારા ૧૮ દંડાયા

યુનિવર્સિટી પોલીસે ૧૮ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી

રાજકોટ તા. ૯: નવરાત્રીમાં રાત્રી કર્ફયુના જાહેરનામાનો પોલીસ કડક અમલ કરાવી રહી છે ત્યારે સાધુ વાસવાણી રોડ, આકાશવાણી ચોક અને રૈયા રોડ વિસ્તારમાં રાત્રે દુકાન અને હોટલ ચાલુ રાખનારા ૧૮ વેપારી સામે યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ નવરાત્રી અંતર્ગત મોડી રાત સુધી દુકાન, રેસ્ટોરન્ટ અને હોટલ ખુલ્લી રાખી જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ. એ. એસ. ચાવડા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. બી. જાડેજા, પી.એસ.આઇ. બી. જી. ડાંગર, એ. બી. વોરા સ્ટાફ સાથે રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્યારે મોડી રાત્રે સાધુ વાસવાણી રોડ, આકાશવાણી ચોક અને રૈયા રોડ વિસ્તારમાં ચાની હોટલ, પાન અને કોલ્ડ્રીંકસની દુકાનો તથા રેસ્ટોરન્ટ ખુલ્લા રાખી જાહેરનામાનો ભંગ કરનારા ૧૮ વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી.

(4:07 pm IST)