રાજકોટ
News of Friday, 9th December 2022

શાષાીનગરમાં શાળાના પ્રિન્‍સીપાલના મકાનમાં કલરકામ કરવા આવેલા કિશન યાદવનો હાથફેરો

મેહુલભાઇ વૈષ્‍ણવની તાલુકા પોલીસમાં ફરિયાદ : મને ઠંડી બહુ લાગે છે અને ઓછું દેખાય છે' કહી મેઇન દરવાજાની ચાવી લઇ લીધા બાદ ૧.૪૦ લાખના દાગીના ચોરી ગયો

રાજકોટ,તા. ૯ : નાના મવા મેઇન રોડ પર આવેલા શાષાીનગર અજમેરામાં રહેતા પ્રૌઢના મકાનમાં કલરકામ કરવા આવેલા શખ્‍સે ‘ઠંડી લાગે છે, ઓછું દેખાય છે.' બહાનું કરી ઘરધણી પાસેથી મુખ્‍ય દરવાજાની ચાવી લઇ સોના ચાંદીના દાગીના અને પરચુરણ મળી રૂા. ૧,૪૦,૬૦૦ની મતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શાષાીનગર અજમેરા એફ ૬/૨૦૨માં રહેતા મેહુલભાઇ પ્રફુલભાઇ વૈષ્‍ણવ (ઉવ.૫૩) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે શાપર ઇન્‍ટ્રીકાસ્‍ટ કંપનીમાં કવોલીટી હેડ તરીકે નોકરી કરે છે. પોતે ઘરમાં ચાર સભ્‍યો છે. પત્‍ની નૈનાબેન જે પાઠક સ્‍કુલમાં પ્રિન્‍સીપાલ તરીકે અને મોટા દીકરી પાઠક સ્‍કૂલમાં ઇંગ્‍લીશ મીડીયમમાં પ્રીન્‍સીપલ તરીકે ફરજ બજાવે છે. અને નાની દીકરી હોમિયોપેથીક સ્‍કુલમાં અભ્‍યાસ કરે છે.

પંદરેક દિવસ પહેલા અગાઉ પોતાના પાડોશમાં કલરકામ કરેલ તે કિશન યાદવને પોતાના મકાનનો કલરકામ કરવાનો કોન્‍ટ્રાકટ રૂા. ૧૮ હજારમાં આપ્‍યો હતો. અને તેને રૂા. ૧૦ હજાર આપ્‍યા હતા. જેમાંથી તે થોડોક કલર લઇ આવ્‍યો હતો અને પોતે તેને બપોર ચારથી રાત્રે દસ વાગ્‍યા સુધીમાં કલરકામ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ તે બે દિવસ સાંજના સમયે કામ કરવા આવેલ અને કહેલ કે ‘મને ઠંડી બહુ લાગે છે અને દેખાઇ ઓછું છે' જેથી તેણે સવારના સમયે કામ કરવા માટે ઘરના મેઇન દરવાજાની ચાવી આપવાનું જણાવેલ જેથી પોતે તેને મેઇન દરવાજાની ચાવી આપી હતી તેમજ પોતાના ઘરમાં બે બેડ રૂમનો દરવાજો બે દિવસ બંધ રાખ્‍યો હતો. તેમજ પાંચેક દિવસમાં કટકે-કટકે એક રૂમ તથા રસોડામાં કલર કામ તથા બાથરૂમમાં લાપી કામ કર્યુ તેમજ પોતે તથા ઘરના સભ્‍યો સવારથી બપોર સુધી નોકરી પર જતા હોઇ તે સમયમાં તા. ૩૦-૧૧ ના રોજ ઘરે કામ કરવા આવેલ ત્‍યારે મકાનના તાળાની ચાવી પરત આપી દીધી હતી. અને તા. ૧ ના રોજ ઘરે કામ કરવા આવેલ અને સાંજના પોતે કલર લેવા માટે જાવ છું. તેમ કહી તે દિવસે રજાનો દિવસ હોય, પોતે ઘરે જતા પરંતુ તે કલર લઇને આવેલ નહી અને તે દિવસે પોતે કિશનના મોબાઇલ નંબર પર ફોન ઉપાડેલ ન હતો. અને તા. ર ના રોજ  સવારે કિશનનો પોતાના ફોનમાં ફોન આવેલ કે, ‘મારૂ એકસીડન્‍ટ થયેલ છે અને બાર પંદર દિવસ હું આવીશ નહીં' તેમ કહેલ જેથી પોતે તેની રાહ જોતા હતા દરમ્‍યાન ગઇકાલે ઘરના સભ્‍યો રાબેતા મુજબ સવારે ઘરે બહાર ગયેલ અને બપોરે પત્‍ની અને પુત્રી બંને ઘરે આવ્‍યા ત્‍યારે બેડરૂમમાં જતા કબાટનો દરવાજો ખૂલ્લો અને સામાન વેરવિખેર અને કબાટમાં લોકરનો લોક તૂટેલો હતો. જેથી પત્‍નીએ તપાસ કરતા સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂા. ૧,૪૦,૬૦૦ ની મત્તા જોવા ન મળતા ચોરી થઇ હોવાન ખબર પડી હતી.

 આથી કલર કામ કરવા આવેલ કિશન યાદવે ડુપ્‍લીકેટ ચાવી બનાવ દાગીના અને રોકડની ચોરી હોવાનું માલુમ પડતા તાલુકા પોલીસમાં જાણ કરતા પોલીસે મહેુલભાઇ વૈષ્‍ણવની ફરીયાદ પરથી કિશન યાદવ સામે ગુનો દાખલ કરી પીએસઆઇ એચ. વી. સોમૈયાએ તપાસ હાથ ધરી છે.

(3:35 pm IST)