News of Friday, 9th December 2022
અકબરભાઇએ બૂલેટ ધીમુ હંકારવા કહેતાં અનિલે છરી ઝીંકી દીધી
મોરબી રોડ પર વેલનાથ પરામાં બનાવ
રાજકોટ તા. ૯: મોરબી રોડ પર વેલનાથપરા શેરી નં. ૧૯માં રહેતાં અને છુટક મજૂરી કરતાં અકબરભાઇ બાબુભાઇ જામ (ઉ.વ.૪૫) રાતે સવા નવેક વાગ્યે બહારથી ઘર તરફ ચાલીને જઇ રહ્યા હતાં ત્યારે વેલાબાપુ પાન સેન્ટર નામની દૂકાન પાસે પહોંચતા અનિલ નામના શખ્સે ઝઘડો કરી મોઢા પર છરી જેવા હથીયારથી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝનને જાણ કરાઇ હતી.
અકબરભાઇના કહેવા મુજબ હું ચાલીને જતો હતો ત્યારે અનિલ ફુલ સ્પીડથી સાવ મારી બાજુમાંથી બૂલેટ હંકારીને નીકળતાં મેં તેને ધ્યાન રાખી ધીમુ હંકારવા કહેતાં તેણે ઝઘડો કરી હુમલો કર્યો હતો.
(5:19 pm IST)